ગાંધીનગર: જંત્રીના દર ડબલ કરી દેવામાં આવ્યા છે. આને આ નવા દર આજથી લાગુ પણ કરી દેવાના સરકારના પરિપત્રને લઈ પોતાની વિવિધ માંગ લઈને ક્રેડાય અને ડેવલપર્સ મુખ્યમંત્રી કાર્યાલય પહોંચ્યા છે. ત્યારે મુખ્યમંત્રી સાથે ક્રેડાય અને ડેવલપર્સ બેઠક પૂર્ણ થઈ ચૂકી છે. ક્રેડાઈ અને ગાહેડના પદાધિકારીઓએ અધિકારીઓની હાજરીમાં મુખ્યમંત્રી સાથેની બેઠકને સકારાત્મક ગણાવી છે.
ADVERTISEMENT
ગુજરાત સરકારે રાતોરાત જંત્રીના ભાવ ડબલ કરી દેતા રાજ્યભરના બિલ્ડરો અકળાયા છે. જંત્રી વધારા બાદ રાજ્યના ડેવલપરનું પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી છે.
જંત્રીના નવા દર ત્રણ મહિના બાદ જ લાગુ કરવા તેમજ જંત્રીના નવા દર લાગુ કરતા પહેલા વિસંગતતા દુર કરવા સર્વે કરાવવાની માગ સાથે મુખ્યમંત્રીનું વલણ સકારાત્મક હોવાનુ ક્રેડાઈ-ગાહેડના પદાધિકારીઓએ દાવો કર્યો છે. ક્રેડાઈ-ગાહેડની રજૂઆત મુદ્દે મુખ્યમંત્રી અધિકારીઓ સાથે બેઠક બાદ ટૂંક સમયમાં જ નિર્ણય જાહેર કરશે તેવો પણ દાવો થઈ રહ્યો છે.
સરકારની અધિકારીઓ સાથે બેઠક શરૂ
ક્રેડાય અને ડેવલપર્સ ની મીટીંગ બાદ સરકાર ની મહત્વની બેઠક શરૂ થઈ ચૂકી છે. જંત્રી મામલે મુખ્યમંત્રી સાથે અધિકારીઓની બેઠક શરૂ થઈ ચૂકી છે. જેમાં મુખ્યસચિવ રાજ કુમાર,શહેરી વિકાસ વિભાગ ના અગ્ર સચિવ મુકેશ કુમાર, મુખ્ય સલાહકાર હસમુખ હઢિયા સહિતના અધિકારીઓ હાજર રહ્યા છે. જંત્રી લાગુ કરવાના નિર્ણયમાં ફેરફાર થઈ શકે છે. રજુઆત બાદ જંત્રી ના ભાવ વધારા અને સમય અંગે સરકાર લઈ શકે છે નિર્ણય.
આ પણ વાંચો: જૂનિયર ક્લાર્કના છપાયેલા પેપરનું ગુજરાત ATS એ જાણો શું કર્યું ?
જંત્રીમાં વર્ષ 2011 બાદ નથી બદલાવ થયો
ગુજરાત સરકારે વર્ષ 2011થી રાજ્યમાં અમલી જંત્રીના દરમાં વધારો કર્યો છે અને નવાઆજથી 6 ફેબ્રુઆરી, 2023 સોમવારથી લાગુ થઇ જશે. હવે રાજ્યમાં એડહોક ધોરણે નવા જંગી દર લાગુ થશે. જો કે હાલ રાજ્યમાં સર્વે સહિતની કામગીરી ચાલુ રહેશે અને તે પૂર્ણ થયા બાદ નવા જંત્રી દર અમલમાં આવશે. ગુજરાતમાં હવે ઔદ્યોગિક વિકાસ, શહેરી અને ગ્રામ્ય વિકાસ તેમજ આર્થિક પ્રવૃત્તિઓના લીધે બદલાતા માહોલ પ્રમાણ જંત્રીના દર નક્કી કરવામાં આવશે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
વિથ ઈનપુટ: દુર્ગેશ મહેતા, ગાંધીનગર
ADVERTISEMENT