રાજ્યમાં બ્રિજની સ્થિતિને લઈ સરકારે હાઇકોર્ટમાં રજૂ કર્યો જવાબ, જાણો શું છે પરિસ્થિતિ

અમદાવાદ: મોરબી મચ્છુ પર આવેલ કેબલ બ્રિજની ઘટના બાદ હવે વિવિધ બ્રિજ બાંધી કરી દેવામાં આવ્યા હતા. ત્યારે બાદ આજે સરકારે બ્રિજો મુદ્દે હાઇકોર્ટમાં સરકારે…

gujarattak
follow google news

અમદાવાદ: મોરબી મચ્છુ પર આવેલ કેબલ બ્રિજની ઘટના બાદ હવે વિવિધ બ્રિજ બાંધી કરી દેવામાં આવ્યા હતા. ત્યારે બાદ આજે સરકારે બ્રિજો મુદ્દે હાઇકોર્ટમાં સરકારે જવાબ રજુ કર્યો છે. જેમાં રાજ્યના વિવિધ બ્રિજના સમારકામને લઈ જવાબ રજૂ કરવામાં આવ્યો છે. રાજ્યના કુલ 63 બ્રિજની હાલત ખરાબ છે જેને સમારકામની જરૂર છે. જ્યારે 40 બ્રિજને સામાન્ય સમારકામની જરૂર છે અને અમદાવાદના 12 બ્રિજને સમારકામની જરૂર છે. જ્યારે રાજ્યના એવા 23 બ્રિજ છે જેમની હાલત અત્યંત ખરાબ છે.

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે બીજી તરફ રાજ્યમાં બ્રિજ તૂટવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. આ દરમિયાન બ્રિજને લઈ સરકાર દ્વારા હાઇકોર્ટમાં જવાબ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં રાજ્યના વિવિધ બ્રિજોની સ્થિતિ જણાવવામાં આવી છે. સરકાર દ્વારા હાઇકોર્ટને આપવામાં આવેલ જવાબમાં બ્રિજ સિટી ગણાતા સુરતમાં 13 બ્રિજને સમારકામની જરૂર છે. જ્યારે વડોદરામાં 4 રાજકોટમાં 1 અને જુનાગઢ 7 બ્રિજમાં સમારકામની જરુંર છે. રાજ્યના કુલ 63 બ્રિજ ખસ્તા હાલતમાં જેને સમારકામની જરૂર છે.

આ પણ વાંચો: રખડતા પશુઓ યમદૂત બની ફરી વળ્યા, વડોદરામાં વધુ એકનો લીધો ભોગ

રાજ્યભરમાં 40 બ્રિજને સામાન્ય સમારકામની જરૂર જેમાં અમદાવાદના 12 બ્રિજને સમારકામની જરૂર રાજ્યમાં 23 બ્રિજની હાલત અત્યંત ખરાબ છે. રાજ્યમાં બ્રિજ બનતા સાથે જ તૂટવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન ગઈ કાલે જ અમરેલી જિલ્લાના રાજુલા નજીક દાતરડી બાયપાસ પાસે બની રહેલો ઓવરબ્રિજ ધરાશાયી થયો હતો. ભાવનગર સોમનાથ કોસ્ટલ હાઇવે અંતર્ગત આ બાયપાસ બની રહ્યો હતો. બ્રિજની કામગીરી 50 ટકા પુર્ણ થઇ ચુકી હતી. ત્યારે અચાનક બ્રિજ ધરાશાયી થઇ જતા કામગીરી અને તેની ગુણવત્તા સામે સવાલો ઉઠી રહ્યા છે. આ કોઝવે બ્રિજ શરૂ થઇ ગયા બાદ જો તુટી પડ્યો હોત તો મોટી જાનહાની પણ થઇ શકી હોત.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp