નર્મદાઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ નેતાઓ માટે નારાજગીનો દોર શરૂ થઈ ચૂક્યો છે. એક બાદ એક નેતાઓ નારાજ થઈ રહ્યા છે. ત્યારે હવે BTPમાં પારિવારીક વિવાદને પગલે ભંગાણ પડી રહ્યું હોય એમ લાગી રહ્યું છે. અત્યારે પિતા અને પુત્રો વચ્ચે વિધાનસભાને લઈને વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. એક બાજુ દિલીહ વસાવાએ તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું તો બીજી બાજુ છોટુ વસાવા પણ મોટો નિર્ણય લઈ શકે છે. ચલો સમગ્ર ઘટનાક્રમ પર વિગતે નજર કરીએ…
ADVERTISEMENT
BTPનું ભવિષ્ય સંકટમાં…
ગુજરાતમાં આદિવાસી સમાજનાં મુદ્દાઓની મુદ્દાને લઈને ભારતીય ટ્રાઇબલ પાર્ટીમાં પણ ફૂટ પડી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે છોટુવસાવા અને મહેશ વસાવા પિતા-પુત્રના સંબંધોમાં તિરાડ પડી ગઈ હોવાના અહેવાલો મળી રહ્યા છે. એટલું જ નહીં અત્યારે પિતા અને પુત્રોનો વિવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે. પહેલા JDU ગઠબંધનને લઈને વિવાદ થયો હતો. હવે દિલીપ વસાવાએ તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દેતા વિવાદ ગરમાયો છે.
રિપોર્ટ્સ પ્રમાણે પોતાના પુત્ર મહેશ વસાવા સામે પિતા છોટુવસાવા અપક્ષ ઉમેદવારી કરવા માટે જઈ રહ્યા છે. તેવામાં હવે આ રાજકીય ભુકંપના કારણે BTPનું આગામી દિવસોમાં ભવિષ્ય સંકટમાં હોય તેમ લાગી રહ્યું છે.
તિરાડની શરૂઆત અહીંથી પડી
- આ તિરાડ ની શરૂઆત ત્યારે થઈ હતી કે જ્યારે બીટીપીનું JDU સાથે ગઠબંધન થયું.
- બિટીપીના રાષ્ટ્રીય સંયોજક છોટુભાઇ વસાવા આ અંગે જાહેરાત કરી હતી.
- પરંતુ આ જાહેરાત વખતે મહેશભાઈ વસાવા ઉપસ્થિત ન હતા.
- મહેશ વસાવાએ આ મુદ્દે એવું જણાવ્યું હતું કે આ જે ગઠબંધન છે એમના પિતા છોટુવસાવાનું પોતાનું અંગત મંતવ્ય છે.
- BTPની સુરક્ષિત સીટ પર પિતા છોટુવસાવાની જગ્યાએ મહેશભાઈ વસાવા જાતે લડી રહયા છે.
- જોકે હવે પિતા અને પુત્રોના વિવાદ વચ્ચે પાર્ટીને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોય એમ લાગી રહ્યું છે.
With Input: નરેન્દ્ર પેપરવાલા
ADVERTISEMENT