ગુજરાત ભાજપના ઉમેદવારોની યાદીની આખરી પસંદગી શરુ, દિલ્હીથી લાગશે મંજૂરીની મહોર

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કા માટે ભાજપની યાદી માટે કાઉન્ટડાઉન શરુ થઇ ગયું છે અને ગઇકાલે જ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ તેમજ મુખ્યમંત્રી…

gujarattak
follow google news

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કા માટે ભાજપની યાદી માટે કાઉન્ટડાઉન શરુ થઇ ગયું છે અને ગઇકાલે જ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપરાંત સંગઠન મહામંત્રી રત્નાકર દિલ્હી પહોંચી ગયા હતા અને મોડી રાત સુધી ભાજપના દાવેદારોની યાદી પર ચર્ચા કરી હતી. આજે સાંજે ભાજપની કોર કમિટીમાં ઉમેદવારોના નામ પર ચર્ચા થશે. આવતીકાલે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિ ઉમેદવારોના નામો રજૂ કરવામાં આવશે.

આજે મળનાર કોર ગ્રુપની બેઠક માટે નામો ની યાદીમોટાભાગની  તૈયાર થઈ ચૂકી છે. પક્ષની ચૂંટણી સમિતિ સમક્ષ જે યાદી રજૂ થવાની છે તેમાં અનેક નામોની આગળ ગ્રીન અને રેડ ટીક લાગી ગઇ હતી. આજે મળનાર કોર કમિટીમાં તમામ 182 બેઠકોના નામને આખરી સ્વરુપ આપી દેવાશે. અને આવતી કાલે યોજાનારી ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં નામો પર  મંજૂરીની મહોર લાગશે. તા. 10ના રોજ પ્રથમ યાદી જાહેર થાય તેવી ધારણા છે.

ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિ લેશે નિર્ણય 
કોર કમિટીની બેઠક ગઈ કાલે મોડી રાત  સુધી મળી હતી અને આજે પણ આ બેઠક મળશે. જેમાં 182 બેઠકના ઉમેદવારો નામ પર ચર્ચા કરવામાં આવશે. ચૂંટણી સમિતિને  કામગીરીમાં સરળતા રહે તે માટે  નામોની યાદીને આખરી સ્વરુપ આપવાની કામગીરી ચાલુ રહી છે. બેઠકમાં ગુજરાત ચૂંટણી માટેના ઉમેદવારોના નામ પર ચર્ચા કરવામાં આવશે. આ નામો પછી આવતીકાલે યોજાનારી ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં મંજૂરી માટે મૂકવામાં આવશે.

    follow whatsapp