બનાસકાંઠાઃ ગુજરાતમાં અકસ્માતનું પ્રમાણ દિવસેને દિવસે વધતું જઈ રહ્યું છે. ત્યારે પાલનપુરથી ચિત્રાસણી નજીક પુલ પાસે રાજસ્થાનની ખાનગી બસ પલટી મારી ગઈ હતી. પ્રાથમિક માહિતી પ્રમાણે બસમાં બેઠેલા યાત્રીઓને નાની મોટી ઈજા પહોંચી છે. જ્યારે બીજી બાજુ આ અકસ્માતનું કારણ બહાર આવ્યું છે. બસ ડ્રાઈવરે સ્ટિયરિંગ પર પોતાનો કાબૂ ગુમાવી દેતા આ ઘટના બની છે. સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી.
ADVERTISEMENT
ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો..
અમદાવાદથી બસ જોધપુર જઈ રહી હતી. ત્યારે અચાનક ડ્રાઈવરે તેના સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો. જેના કારણે બસ ડિવાઈડર પર ચઢી જતા દુર્ઘટના સર્જાઈ હતી. બસનું ડિવાઈડર પર ચઢવું અને પલટી મારવું એ બંને ઘટના બાદ મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા.
સદનસીબે જાનહાની ટળી
દુર્ઘટના પર નજર કરીએ તો આ બસમાં કુલ 55 મુસાફરો સવારી કરી રહ્યા હતા. જેમને બસ પલટી મારતા સામાન્ય ઈજા પહોંચી છે. નોંધનીય છે કે આમાથી 30 જેટલા મુસાફરોને નાની-મોટી ઈજા થઈ છે. જ્યારે સદનસીબે મોટી જાનહાની ટળી ગઈ છે.
With Input: ધનેશ પરમાર
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT