ધનેશ પરમાર બનાસકાંઠા: ગર્ભપાતને લઈ કડક કાયદો છે પરંતું આ કાયદાનો જાણે ડર જ ન હોય તેમ ડોકરર પૈસા માટે અનેક ખોટા કામ કરી નાખતા હોય છે. ત્યારે દાખલારૂપ કાર્યવાહી કોર્ટ દ્વારા કરવામાં આવી છે. રાજસ્થાનની એક 12 વર્ષીય સગીર યુવતી સાથે અનેકવાર દુષ્કર્મ આચારનાર આરોપી અને તેમની સ્ત્રી મિત્રને કોર્ટે 20 વર્ષની સજા ફટકારી છે.જ્યારે સગીર યુવતી નો ગર્ભપાત કરાવવા ડોક્ટર ને પણ દોષિત માની કોર્ટે પાંચ વર્ષની સજા ફટકારી છે.
ADVERTISEMENT
રાજસ્થાનના પાલી જિલ્લાના ગુડા એન્દલા વિસ્તારની 12 વર્ષની માસુમ બાળકી સાથે બે વર્ષ અગાઉ એક ઈસમે તેની સ્ત્રી મિત્રની ગુનાહિત મદદગારીથી દુષ્કર્મ આચર્યું હતું.જે બાદ તેને ગર્ભ રહેતા ગુનો છુપાવવા આરોપીએ સગીરાને ગુજરાતના ઈકબાલગઢમાં લાવી અને પાંચ મહિનાનો ગર્ભ પડાવી નાખ્યો હતો. જો કે તે બાદ આ મામલામાં 28 જૂન 2021ના રોજ ફરિયાદ દાખલ થઈ હતી. ફરિયાદ બાદ પોકસો એક્ટ હેઠળ રાજસ્થાનની કોર્ટમાં સ્પેશિયલ જજ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપી આરોપી દુષ્કર્મીને 20 વર્ષની સજા જ્યારે ગર્ભપાત કરનાર પાલનપુરના ખીમાણા ગામના વતની ઈકબાલગઢમાં ક્લિનિક ચલાવતા ડો.ચિરાગ પરમારને પાંચ વર્ષની સજા ફટકારી હતી.
પૈસા જોઈ ડૉક્ટર ભાન ભૂલ્યા
શરમજનક ઘટનાને અંજામ આપનાર અમીરગઢના ઇકબાલગઢ ગામમાં ક્લિનિક ચલાવતા ડો ચિરાગ વી. પરમારે 60 હજાર રૂપિયા લઇ બાર વર્ષની માસુમાળાનું ગર્ભપાત કર્યું હતું.ખરેખર ડોક્ટર ની પ્રથમ ફરજ હતી કે તેમની ક્લિનિક માં આ ગુનો આચરનાર આરોપીઓ 12 વર્ષની સગીરાનો ગર્ભપાત કરાવવા આવ્યા તે જ સમયે પોલીસને જાણ કરી પોલીસ ને સોંપવો જોઈતો હતો.જોકે તેઓ ફરજ ભૂલતા કોર્ટે દાખલો બેસાડવો ડોક્ટર ને પણ પાંચ વર્ષની સજા ફટકારી છે.
રાજસ્થાન હોઇ કોર્ટે ફટકારી સજા
રાજસ્થાનના પાલીની સ્પે. પોસ્કો કોર્ટના સ્પેશિયલ જજ સચિન ગુપ્તા દ્વારા પોતાના ચુકાદામાં દુષ્કર્મ આચારનાર અને બાળકીને આરોપીના ઘરે બોલાવવામાં મદદ કરનાર રુચિતા ઉર્ફે રોશનાને 20 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. જ્યારે ગર્ભપાત કરનાર ડો.ચિરાગ પરમાર (રહે. પાલનપુર ખીમાણા) આરોપી શંકરલાલ મેઘવાલ, દુષ્કર્મ આચરનારની પત્ની નતકી, અને માંગીલાલ મેઘવાલને પાંચ વર્ષની સજા ઉપરાંત અન્ય એક મદદગારી કરનાર સીતાદેવી નામની મહિલાને એક વર્ષની સજા ફટકારવામાં આવી.
ADVERTISEMENT