મતગણતરીનું કાઉન્ટ ડાઉન શરૂ, ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તૈયારીઓને અંતિમ ઓપ અપાયો…

સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનું બંને તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. ત્યારે હવે મતગણતરીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. સુરેન્દ્રનગર ખાતે જિલ્લાની 5 વિધાનસભા…

gujarattak
follow google news

સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનું બંને તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. ત્યારે હવે મતગણતરીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. સુરેન્દ્રનગર ખાતે જિલ્લાની 5 વિધાનસભા બેઠકોની મતગણતરી એમ.પી.શાહ આર્ટ્સ કોલેજે થવાની છે. અત્યારે એને લઈને તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહી છે. અહીં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી થવાની છે. તો ચલો આપણે હાથ ધરાયેલી વ્યવસ્થા પર નજર કરીએ…

જાણો કેવી વ્યવસ્થા હાથ ધરાઈ છે…
સુરેન્દ્રનગરમાં એમ.પી.શાહ આર્ટ્સ કોલેજ ખાતે મતગણતરી માટે 14 અલગ અલગ ટેબલો અને 21થી 24 રાઉન્ડમાં મતગણતરી કરવામાં આવશે. અહીં લગભગ 105 સુપરવાઈઝર, 105 કાઉન્ટિંગ આસિસ્ટન્ટ અને 105 માઈક્રો ઓબઝર્વર સહિત 315 કર્મચારીઓ મતગણતરી દરમિયાન ફરજ બજાવતા જોવા મળશે.

સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત
સુરેન્દ્રનગરમાં મતગણતરી સમયે સુરક્ષા માટે ડીવાયએસપી, પી.આઈ.,પીએસઆઈ, કોન્સ્ટેબલ, પેરા મિલટરી ફોર્સ સહિત કુલ 600થી વધુ પોલીસ કર્મચારીઓ સુરક્ષાના ભાગરૂપે ખડેપગે તૈનાત રહેશે. અહીં નોંધનીય છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણીના ત્રિપાંખીયા જંગનો શું પરિણામ આવશે એનું ચિત્ર સ્પષ્ટ થવાનું કાઉન્ટ ડાઉન પણ શરૂ થઈ ગયું છે.

With Input- Sajid Belim

    follow whatsapp