અમદાવાદ: છેલ્લા 3 દાયકા કરતાં પણ વધુ સમયથી કોંગ્રેસ ગુજરાતમાં સત્તામાં નથી. આ 3 દાયકામાં અનેક ચૂંટણીઓ આવી પરંતુ કોંગ્રેસ એકેય ચૂંટણી જીતી શકી નથી. અગાઉ 1985માં કોંગ્રેસ ગુજરાતમાં ચૂંટણી જીતી હતી પરંતુ ત્યારબાદ કોંગ્રેસ સત્તા પર આવી નથી. ત્યારે વર્ષ 2022ની ચૂંટણીમાં કોંગ્રેસનું કંગાળ પ્રદર્શન જોવા મળ્યું છે. જેને લઈ કોંગ્રસે ફેક્ટ ફાઈન્ડિંગ કમિટી રચી. આ કમિટી આવતીકાલે રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસના નેતાઓ અને ઉમેદવારો સાથે મુલાકાત કરશે.
ADVERTISEMENT
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતમાં હારના કારણો શોધવા માટે ત્રણ સભ્યોની સમિતિ બનાવી તેની કોંગ્રેસમાં જ મજાક ઉડી રહી છે. કોંગ્રેસના નેતાઓના મતે ગુજરાતમાં કોંગ્રેસનાં હારના કારણો બધાંને ખબર છે અને તેના માટે કોઈ સમિતી બનાવવાની જરૂર નથી. લોકો જાણે છે કે એક સમયે દબદબો ધરાવતી અને 2002થી સતત પ્લસ થતી કોંગ્રેસ પહેલીવાર હાંસિયામાં ધકેલાઈ ગઈ છે. આ કમિટીના ચેરમેન તરીકે નીતિન રાઉત, ડો. શકિલ અહેમદ ખાન તથા સપ્તગિરી શંકર ઉલાકાની સભ્ય તરીકે નિમણુંક કરાઈ છે. આ કમિટી કોંગ્રેસ પ્રમુખને ગુજરાતની હારના કારણો અને પરિણામો અંગેનો રીપોર્ટ એક સપ્તાહમાં સોંપશે. ત્યાર બાદ કોંગ્રેસનો હાઈકમાન્ડ ગુજરાતમાં સંગઠનમાં મોટો ફેરફાર કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
ફેક્ટ ફાઈન્ડિંગ કમિટી કરશે તપાસ
આ કમિટીએ મંગળવારે સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, ભાવનગર, અમરેલી, ડાંગ, જામનગર, તાપી, નવસારી, નર્મદા, વલસાડ, સુરત, કચ્છ, સોમનાથ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, રાજકોટ જિલ્લાના ઉમેદવારો સાથે મુલાકાત કરશે. અને ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના હારના પરિણામો શું છે તે જાણવા માટે મનોમંથન કરશે. યા આ તકે સત્યશોધક સમિતીના ત્રણેય સભ્યો દિલ્હીથી આવ્યા છે. તમામ સભ્યો કેવા પ્રકારે અને કઈ રીતથી મનોમંથન કરશે એ જોવુ ખુબ રસપ્રદ રહેશે. કારણ કે ગુજરાતમાં અત્યાર સુધી કોંગ્રેસની હાર માટે જેટલી પણ સમિતીઓ બની છે તમામે માત્ર નાટકો જ કર્યા છે. ત્યારે સવાલ એ પણ થાય કે આ સમિતી કેવા પ્રકારના હારના કારણો શોધી આપશે.
વિપક્ષના પદનું કોકડુ પણ ગૂંચવાયું
કોંગ્રેસ પાસે વિરોધપક્ષમાં બેસવા જેટલી પણ સીટો આવી નથી. હવે ખાલી વાતો કરી રહી છે. ભાજપના પ્રતાપે વિરોધપક્ષનું પદ મળી રહ્યું છે એમાં યે ખટરાગો એટલા છે કે ગુજરાતમાં કોંગ્રેસ વિરોધપક્ષના નેતાનું નામ નક્કી કરી શકી નથી અને હાઈકમાન્ડ હારના સમીકરણો શોધી રહી છે. તટસ્થતા માટે ગુજરાત બહારના સભ્યોની નિમણુંક
કરી.
1998થી કોંગ્રેસના નાટકો ચાલ્યા આવે છે
કોંગ્રેસનો એક વર્ગ સમિતીનાં નાટકો બંધ કરવાના બદલે નક્કર તામ કરવાની તરફેણ કરી રહ્યો છે. તેમનું કહેવું છે કે, ૧૯૯૯માં લોકસભામાં હાર પછી સોનિયા ગાંધીએ પહેલી વાર સમિતિ બનાવી ત્યારથી આ નાટક ચાલે છે. ૧૯૯૮માં બનાવેલી ૧૧ સભ્યોની સમિતિ એ.કે. એન્ટનીના પ્રમુખસ્થાને બનાવાયેલી પણ તેનો અહેવાલ કદી જાહેર જ ન કરાયો. એન્ટનીને ૨૦૧૪ અને ૨૦૧૯ની લોકસભા હાર બાદ પણ કારણ શોધવાની જવાબદારી સોંપાઈ હતી પણ કશું થયું નથી. ૨૦૨૧માં અસમ, કેરળ, પશ્ચિમ બંગાળ અને પુડુચેરીની હાર બાદ પણ સમિતિ બનાવવામાં આવી હતી. આ બધી સમિતીઓ છતાં કોંગ્રેસ હાર્યા કરે છે તેનો અર્થ એ કે, સમિતીનો અર્થ નથી.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT