ઠંડીએ ખેડૂતનો લીધો ભોગ, સરકાર હજુ શેની જુએ છે રાહ, દિવસે વીજળી આપો સરકાર

હિતેશ સુતરીયા, અરવલ્લીઃ રાજ્યમાં ઠંડીએ હાહાકાર મચાવ્યો છે. હાડ થીજવતી ઠંડીમાં જનજીવન ખુબ પ્રભાવિત થયું છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં ઠંડીના કારણે ઠુંઠવાઈ જવાથી એક ખેડૂતનું…

gujarattak
follow google news

હિતેશ સુતરીયા, અરવલ્લીઃ રાજ્યમાં ઠંડીએ હાહાકાર મચાવ્યો છે. હાડ થીજવતી ઠંડીમાં જનજીવન ખુબ પ્રભાવિત થયું છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં ઠંડીના કારણે ઠુંઠવાઈ જવાથી એક ખેડૂતનું મૃત્યુ થયું છે. કિસાન સૂર્યોદય યોજના પ્રમાણે દિવસે વિજળી ન મળતા રાત્રે પિયત માટે ખેતરમાં ગયેલા ખેડૂતનું મૃત્યુ થયું છે.

અરવલ્લી જિલ્લાના મોડાસામાં ઠંડીમાં ઠુંઠવાઈ જવાના કારણે એક ખેડૂતનું મૃત્યુ થયુ છે. 57 વર્ષિય ટીંટોઈ ગામના ખેડૂતનું ખેતરમાં મૃત્યુ થયું છે. રાત્રે પિયત માટે ખેતરમાં ગયેલા ખેડૂતનું મૃત્યુ થયું હોવાના સમચાર મળતા ગામમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. ગ્રામ પંચાયતની ટીમે સ્થળ પર પંચનામુ કર્યું હતું. ત્યારબાદ ગ્રામ્ય પોલીસે મૃતદેહનું પોસ્ટમોટર્મ માટે સરકારી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. પોલીસે આ ઘટનામાં વધારે તપાસ હાથ ધરી છે.

સરકારના વાંકે ખેડૂતો જ કેમ મરે ?
રાજ્યના ખેડૂતો માટે સરકારે કિસાન સૂર્યોદય યોજના શરુ તો કરી છે પરંતુ ખેડૂતો તો પણ દિવસના બદલે રાત્રે જ વિજળી આપવામાં આવે છે, આ બાબતે અનેક નેતાઓએ રજૂઆતો કરી પરંતુ ધ્યાન નેતાઓ અનેબહેરી સરકારના કાને આ વાત નથી પહોંચતી. ખેડૂતોના જીવ સાથે સરકાર કેમ રમત રહી છે એ સમજાતુ નથી. આટલી ભયાનક ઠંડીમાં્ત્યુ જ્યારે અને સરકારી અધિકારીઓ મસ્ત મજાના ધાબળા ઓઢીને સૂતા હોય તે કાળી રાત્રે કડકડતી ઠંડીમાં સરકાર ઉપકાર કરતી હોય તેમ પિયત માટે પાણી આપે અને ખેડૂત બિચારો આમ પણ મરવા વાંકે જીવી રહ્યો છે. એવામાં અરવલ્લીના આ ખેડૂત પરિવારે તો એક મોભી ગૂમાવ્યો સરકાર ખેડૂતોની માગણી ક્યારે ધ્યાનમાં લેશે એ જ સમજાતુ જ નથી.

મોડાસાના ખેડૂતે ગૂમાવ્યો જીવ
મોડાસા તાલુકાના ટીંટોઈ ગામના લવજીભાઈ વિરસંગભાઈ પટેલ નામના ખેડૂત ગુરુવારે રાત્રે ખેતરમાં પાણી વાળવા ગયા હતા ત્યારે ઠંડીના કારણે ઠુંઠવાઇ જતા ખેતરમાં જ થીજી જતા પ્રાણ પંખેરું ઉડી ગયું હતું ઘઉંના પાકને પિયત કરવા ગયેલ ખેડૂત સવારે ઘરે પરત ન ફરતા પરિવારજનો ખેતરમાં તપાસ કરતા લવજીભાઈ પટેલ મૃત હાલતમાં મળી આવતા પરિવારજનો ચોકી ઉઠ્યા હતા ખેડૂત પરિવારે આક્રંદ કરી મુકતા આજુબાજુથી ખેડૂતો અને ગામલોકો દોડી આવ્યા હતા પરિવારે ઘરનો મોભી ગુમાવતા પરિવારજનોમાં શોકનું મોજું ફળી વળ્યું હતું.

આ પણ વાંચો: ખેડૂતોના પ્રશ્ને કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણી મેદાને, અપનાવ્યો ઉપવાસનો માર્ગ

ચૂંટણી માટે જ કર્યા હતા વાયદા ?
ટીંટોઈ સહીત અરવલ્લી જીલ્લામાં ગાત્રો થીજાવતી ઠંડીમાં ખેડૂતો મહામુલા પાકને બચાવવા પાકને પિયત કરવા અને વન્યજીવથી ભેલાણ અટકાવવા રાત્રીવાસો કરવો પડતો હોય છે સરકાર દ્વારા ચૂંટણી ટાણે કિસાન સૂર્યોદય યોજનાની મસમોટી વાતો કરી ખેડૂતોના હામી હોવાની વાતો કરતી સરકાર દિવસના બદલે રાત્રીએ વીજળી આપતા ખેડૂતો જીવના જોખમે ખેતરમાં પાકને પાણી આપવા મજબુર બન્યા છે ખેડૂતોએ અન્ય કોઈ ખેડૂત જીવ ગુમાવવાનો વારો આવે તે પહેલા દિવસે વીજળી આપવાની માંગ ઉગ્ર બની છે ખેડૂતના મોતના પગલે સરકાર સામે ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp