કેમ જીતવી ચૂંટણી? કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રામાં જ હિંમતનગરના ઉમેદવારનો થયો વિરોધ

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ચૂંટણીને લઈ રાજકીય પક્ષો હવે ઉમેદવારોને મેદાને ઉતારવા લાગ્યા છે. કોંગ્રેસે પોતાના…

gujarattak
follow google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ચૂંટણીને લઈ રાજકીય પક્ષો હવે ઉમેદવારોને મેદાને ઉતારવા લાગ્યા છે. કોંગ્રેસે પોતાના 43 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે ત્યારે હિમતનગ બેઠક પરથી કમલેશ પટેલને મેદાને ઉતારવામાં આવ્યા છે. આ દરમિયાન લાલસિંહ પરમારના સમર્થકોએ પરિવર્તન પરિવર્તન સંકલ્પ યાત્રામાં જાહેર થયેલા ઉમેદવારનો વિરોધ કરવામાં આવ્યો છે.

પરિવર્તન સંકલ્પ યાત્રામાં જ વિરોધ
કોંગ્રેસ માટે એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતનું નિર્માણ થયું છે. કોંગ્રેસના નેતાઓની નારાજગી સતત સામે આવી રહી છે. આ દરમિયાન કોંગ્રેસે પોતાના એક સાથે 43 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. જેમાં હિંમતનગર બેઠક પરથી કમલેશ પટેલનું નામ જાહેર થતાં લાલસિંહ પરમારના સમર્થકોમાં નારાજગી સામે આવી છે. આ સાથે આજે પરિવર્તન સંકલ્પ યાત્રામાં તેમના સમર્થકોએ વિરોધ નોંધાવ્યો હતો.

જાણો કોને કોને મળી ટિકિટ 

  • ગાંધીનગર- દક્ષિણ હિમાંશુ પટેલ
  • ખેરાલુ -મુકેશ દેસાઈ
  • અંજાર- રમેશ ડાંગર
  • ગાંધીધામ- ભરત સોલંકી
  • ડીસા- સંજય રબારી
  • પોરબંદર- અર્જૂન મોઢવાડિયા
  • એલિસબ્રિજ- ભીખુભાઈ દવે
  • સયાજીગંજ- અમી રાવત
  • કડી- પ્રવિણ પરમાર
  • હિંમતનગર- કમલેશ પટેલ
  • ઈડર- રમાભાઈ સોલંકી
  • ઘાટલોડિયા- અમિબેન યાજ્ઞિક
  • અમરાઈવાડી- ધર્મેન્દ્ર પટેલ
  • દસક્રોઈ- ઉમેદી ઝાલા
  • રાજકોટ દક્ષિણ- બેઠક હિતેશ વોરા
  • રાજકોટ ગ્રામ્ય- સુરેશ ભટવાર
  • જસદણ- ભોલાભાઈ ગોહિલ
  • લીમખેડા- રમેશભાઈ ગુંડીયા
  • જામનગર ઉત્તર- બિપેન્દ્રસિંહ જાડેજા
  • કુતિયાણા- નાથાભાઈ ઓડેદરા
  • માણાવદર- અરવિંદ લાડાણી
  • મહુવા- કનુભાઈ કલસરિયા
  • નડિયાદ- ધ્રુવલ પટેલ
  • મોરવાહડફ- સ્નેહલતાબેન ખાંટ
  • ફતેપુરા– રઘુ મચાર
  • ઝાલોદ- મિતેશ ગરાસીયા
  • સંખેડા- ધીરુભાઈ ભીલ
  • અકોટા- ઋત્વિક જોશી
  • રાવપુરા- સંજય પટેલ
  • માંજલપુર- ડૉ.તસ્વિનસિંહ
  • ઓલપાડ- દર્શન નાયક
  • કામરેજ- નિલેશ કુંભાણી
  • વરાછા રોડ- પ્રફુલ તોગડિયા
  • કતારગામ- કલ્પેશ વરિયા
  • સુરત પશ્ચિમ- સંજય પટવા
  • બારડોલી- પન્નાબેન પટેલ
  • મહુવા-હેમાંગીની ગરાસીયા
  • ડાંગ- મુકેશ પટેલ
  • જલાલપોર- રણજીત પંચાલ
  • ગણદેવી-ક શંકરભાઈ પટેલ
  • પારડી- જયેશ્રી પટેલ
  • કપરાડા- વસંત પટેલ
  • ઉમરગામ- નરેશ વલ્વી

 

વિથ ઈનપુટ: હસમુખ પટેલ, સાબરકાંઠા

    follow whatsapp