વીરેન જોશી, મહીસાગર: ગુજરાતની રાજનીતિમાં આજનો દિવસ ઐતિહાસિક છે કારણ કે આજના દિવસે રેકોર્ડ બ્રેક કરનાર પક્ષ ભારતીય જનતા પાર્ટી પોતાની સરકાર રચવા જઈ રહ્યો છે. અને આ સરકારના મંત્રીમંડળનો શપથગ્રહણ સમારોહ યોજાવા જઈ રહ્યો છે. શપથ ગ્રહણ માટેની તમામ તૈયારીઓ પણ પૂર્ણ થઈ ચૂકી છે. જેમનો મંત્રી મંડળમાં સમાવેશ થશે તેવા ધારાસભ્યોને ફોન પણ કરી દેવાયા છે. અને આજે તે તમામ મંત્રીઓ શપથ ગ્રહણ કરશે. વિગતો મુજબ આજે શપથવિધિ સમારોહમાં 16 મંત્રીઓ શપથ લેશે વધુ 6 મંત્રીઓ આગામી દિવસોમાં શપથ લેશે. આ સાથે હાલ 18 લોકોને ટેલિફોનિક જાણ કરાઈ છે. જેમાં 8 કેબિનેટ મંત્રી તરીકે, 8 રાજયકક્ષાના મંત્રી તરીકે શપથ લેશે.
ADVERTISEMENT
મહીસાગરના સંતરામપુરના ધારાસભ્ય કુબેર ડીંડોરનો પણ નવી સરકારના મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ડૉ.કુબેરભાઈ ડીંડોર ભૂપેન્દ્ર પટેલની સરકારમાં ફરીએકવાર મંત્રી બનશે. મોડી રાત્રે ગાંધીનગર કમલમમાંથી કુબેર ડીંડોરને ફોન કરીને જાણ પણ કરી દેવામાં આવી છે. જ્યારે મંત્રી તરીકે કુબેરભાઈ ડીંડોર ફરી એકવાર રિપિટ થશે તેવી જાણ કરવામાં આવી તો મહીસાગર જિલ્લાના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આદિવાસી સમાજને મંત્રી મંડળમાં સ્થાન
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ભંડારા ગામના વતની ડોક્ટર કુબેરભાઈ ડીંડોર. આદિવાસી સમાજમાંથી આવતા અને આદિવાસી સમાજ (એસટી બેઠક) બેઠક સંતરામપુર થી જીત્યા છે ડો.કુબેર ડીંડોર. ગાંધીનગરમાં કમલમ ખાતે કાર્યકરો હોદ્દેદારો પણ શપથવિધિના પ્રસંગમાં ઉપસ્થિત રહશે.
કોણ છે આદિવાસી નેતા કુબેર ડીંડોર
કુબેરભાઇ મનસુખભાઇ ડીંડોર 123 -સંતરામપુર (મહીસાગર) વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેઓનો જન્મ તા. 01 જૂન 1970 ના રોજ મહિસાગર જિલ્લાના, સંતરામપુર તાલુકાના ભંડારા ખાતે થયો છે. તેમણે એમ.એ., પીએચ.ડી.નો અભ્યાસ કરેલો છે. તેઓ શિક્ષણના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ લેખન, વાંચન અને ક્રિકેટનો શોખ ધરાવે છે.
ADVERTISEMENT