અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા ફફડાટ, ઘટનાસ્થળ પર ટૂકડાઓમાં વિખેરાયેલો હતો…

અરવલ્લીઃ જિલ્લામાં સતત મૃતદેહો મળવાનો ઘટનાક્રમ યથાવત જોવા મળી રહ્યો છે. મોડાસાના કેશરપુરા ચોકડી પાસે અજાણ્યી વ્યક્તિનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.…

gujarattak
follow google news

અરવલ્લીઃ જિલ્લામાં સતત મૃતદેહો મળવાનો ઘટનાક્રમ યથાવત જોવા મળી રહ્યો છે. મોડાસાના કેશરપુરા ચોકડી પાસે અજાણ્યી વ્યક્તિનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. એટલું જ નહીં આ મૃતદેહના અનેક ટૂકડાઓ કરવામાં આવ્યા હતા. આવી સ્થિતિમાં પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી દીધી છે.

અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળતા ચકચાર..
મોડાસામાં અજાણ્યા પુરુષનો મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી છે. એટલું જ નહીં આ વ્યક્તિના મૃતદેહના ટુકડા કરીને ફેંકવામાં આવ્યા હતા. આને જોઈને આસપાસના વિસ્તારમાં ફફડાટ થયો છે. ત્યારે બીજી બાજુ હજુ સુધી આ મૃતદેહ કોનો છે એની માહિતી સામે આવી શકી નથી.

પોલીસે તપાસ શરૂ કરી…
મોડાસા પોલીસને આ મૃતદેહ અંગે તાત્કાલિક જાણ કરી દેવામાં આવી છે. આની સાથે આ કૃત્ય કોણે આચર્યું હશે એની વિગતવાર તપાસ પણ શરૂ કરાઈ છે. નોંધનીય છે કે મોડાસાના કેશરપુરા ચોકડી પાસે આ પ્રમાણે મૃતદેહના ટૂકડા મળી આવ્યા હતા. જોકે આ ગુનાને કોણે અંજામ આપ્યો છે એનું કારણ અકબંધ રહ્યું છે.

With Input: હિતેશ સુતરિયા

    follow whatsapp