સુરતઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે ત્યારે હવે ભાજપે પણ પ્રાચરની તૈયારીઓ કરી દીધી છે. પાર્ટીના સ્ટાર પ્રચારકો અત્યારે મેદાનમાં ઉતરી આવ્યા છે. આ દરમિયાન સુરત ભાજપ કાર્યાલય ખાતે રાષ્ટ્રીય પ્રવક્તા સંબતિ પાત્રાએ મીડિયા સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે રાહુલ ગાંધીના ભાષણ દરમિયાન ભરતસિંહ સોલંકીએ ટ્રાન્સલેટર ન બનવા અંગે નિર્ણય લેવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. આની સાથે મેધા પાટકરને જોડવા અંગે પણ કોંગ્રેસ સામે નિશાન સાધ્યું હતું.
ADVERTISEMENT
કોંગ્રેસ તો ભારત તોડો યાત્રા કરે છે- સંબિત પાત્રા
મેધા પાટકરને કોંગ્રેસ દ્વારા ભારત જોડો યાત્રામાં સામેલ કરાયા હતા. આ અંગે સંબિત પાત્રાએ કહ્યું કે તેઓ ગુજરાતને નીચુ દેખાડવા માટે પોતાનો પૂરતો પ્રયાસ કરે છે. વળી આવા લોકોને યાત્રામાં સામેલ કરીને કોંગ્રેસ ભારત તોડો યાત્રા કરી રહી હોય એમ લાગી રહ્યું છે. સંબિત પાત્રાએ વધુમાં કહ્યું કે તુષ્ટિકરણની રાજનીતિ તો કોંગ્રેસની નસોમાં છે.
રાહુલનું ભાષણ કોઈ સાંભળવા નથી માગતુ- સંબિત પાત્રા
ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી જ્યારે ભાષણ આપી રહ્યા હતા ત્યારે શરૂઆતની ક્ષણોમાં ભરતસિંહ સોલંકી એક ટ્રાન્સલેટર તરીકે જોડાયા હતા. પરંતુ થોડા જ સમયમાં ભરતસિંહે ભાષાંતર કરવાની ના પાડી અને બેસી ગયા હતા. આ અંગે સંબિત પાત્રાએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે કે તેઓનું ભાષણ તો કોઈ સાંભળવા માટે તૈયાર નથી. આની સાથે કોંગ્રેસ પાર્ટી તથા રાહુલ કોઈનું સાંભળવા માટે લોકો તૈયાર નથી.
With Input: સંજયસિંહ રાઠોડ
ADVERTISEMENT