અમરેલી: ખેતી પાક માં સિંચાઈ માટે ખેડૂતોને રાત્રિના ઉજાગરા ન કરવા પડે તે માટે સરકારે કિસાન સૂર્યોદય યોજના શરૂ કરી છે. પરંતુ હજુ ઘણા ગામોમાં અડધી રાત્રે વીજળી આપવામાં આવી રહી છે. જેના કારણે ખેડૂતોને શિયાળાની હાડ થીજવતી ઠંડીમાં ઉજાગરા કરીને પિયત કરવું પડી રહ્યું છે. ખેડૂતોની મુશ્કેલી જોવા છતાં સરકાર દ્વારા કોઈ પગલાં ન લેવાતા અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડૉ. ભરત કાનાબારે કડકડતી ઠંડીમાં ખેતરમાં પાણી વાળતા ખેડૂત માટે કૃષિમાં અપાતી વીજળીના ટાઈમટેબલમાં તાત્કાલિક ફેરફાર કરવા માંગ કરી છે.
ADVERTISEMENT
રાજ્યમાં ખેડૂતો માટે કિસાન સૂર્યોદય યોજના લાગુ કરવામાં આવી છે. પરંતુ હજુ પણ ખેડૂતોને ખેતીમાટે રાત્રિના લાઇટ મળી રહી છે. ત્યારે ખેતીને લઈ ગુજરાતમાં વિવિધ નેતાઑ દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી છે કે ખેડૂતોને રાત્રિના બદલે દિવસે લાઇટ આપવામાં આવે. ત્યારે ખેડૂતની સમસ્યાને લઈ અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નજીક ગણાતા ડૉ. ભરત કાનાબાર મેદાને આવ્યા છે. ડૉ ભરત કાનાબાર દ્વારા ટ્વિટ કરી સરકાર પાસે માંગણી કરવામાં આવી છે.
જાણો શું કહ્યું ભાજપના નેતાએ
કાતિલ ઠંડીમાં રાત્રે મોટા શહેરોની સડકો પણ સુમસામ થઇ જાય છે. જયારે આપણે બ્લેન્કેટ ઓઢી ટીવીની સિરિયલો માણતાં હોઈએ છીએ ત્યારે આ કડકડતી ઠંડીમાં પણ ખેડૂતને પાણી વાળવા ખેતરમાં રાત્રે ઝઝૂમવું પડે છે. કોલ્ડ વેવ દરમિયાન કૃષિમાં અપાતી વીજળીના ટાઈમટેબલમાં તાત્કાલિક ફેરફાર જરૂરી બન્યો છે.
આ પણ વાંચો: જામનગરમાં ભાજપના જિલ્લા કાર્યાલયની લિફ્ટમાં બે મજૂરો ફસાતા દોડધામ મચી ગઈ
રાત્રે પિયત કરતા ઝેરી જીવજંતુ કરડવાનો ભય
રાત્રે ખેતરમાં પિયત કરતી વખતે ઝેરી જીવજંતુ કરડવા નો ભય સતાવે છે. શિયાળા ની ઠંડી માં ઊભા પાકમાં ખેતરોમાં રાત્રે પિયત કરવામાં ખૂબ મુશ્કેલી પડે છે ખેડૂતોને રાહત રહે તે માટે રાત્રિના બદલે દિવસે વીજળી આપવી જોઈએ.ખેડૂતો જે અનાજ થકી આપણને જીવતદાન આપે છે એ જગતના તાતના જીવ સાથે સરકાર કેમ ચેડા કરે છે તેવા પણ સવાલો ઉઠી રહ્યાં છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT