મહારાષ્ટ્રઃ સોલાપુર જિલ્લામાં લગ્ન ન થતા હોય તેવા યુવકોએ અનોખો વરઘોડો કાઢ્યો હતો. તેમણે વરરાજાનો પોશાક પહેરીને પોતાની જ જાન નિકાળી હતી. એટલું જ નહીં મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ આંદોલનમાં તેમણે કહ્યું કે રાજ્યમાં લગ્ન માટે યુવતીઓ જ નથી મળતી. દિવસેને દિવસે સંખ્યા ઘટી રહી છે. આ કારણોસર જ તેમના લગ્ન થઈ રહ્યા નથી. તેમણે આની સાથે સરકારને પણ પોતાના લગ્ન માટે યુવતી શોધવા વિનંતી કરી હતી.
ADVERTISEMENT
સરકાર-પ્રશાસનને છોકરી શોધવા કહ્યું..
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે મહારાષ્ટ્રમાં અવિવાહિત યુવકોએ લગ્ન માટે કન્યા મળે એના માટે કલેક્ટરને લેટર લખ્યો હતો. જેમાં તેમણે લગ્ન માટે યુવતીઓ શોધી આપો એવી માગ કરી હતી. આની સાથે જ તેમણે સરકારને કહ્યું કે અમારે લગ્ન કરવા માટે યુવતીઓ જ નથી મળી રહી. અમારી સહાયતા કરો.
પુરુષો અને સ્ત્રીઓની સંખ્યા પર નિવેદન..
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે યુવકોએ જે આવેદન પત્ર લખ્યું હતું તેમાં સ્ત્રી અને પુરુષની અસમાન ગુણોત્તરનો મુદ્દો પણ રજૂ કર્યો હતો. આની સાથે જ તેમણે આ ગુણોત્તર સુધારવા માટે પ્રી-કન્સેપ્શન અને પ્રિ-નેટલ ડાયગ્નોસ્ટિક ટેકનિક એક્ટના અમલીકરણની માગ પણ કરી હતી.
ADVERTISEMENT