ધનેશ પરમાર ,બનાસકાંઠા: વડાપ્રધાન નરેન્ડ મોદી આજે બનાસકાંઠાના મહેમાન બની રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા થરાદ ખાતે સિંચાઈ તેમજ પાઇપલાઇન સાથે અનેક વિકાસલક્ષી ખાતમુહુર્ત કામો કરી રહ્યા છે.જેમાં 8034 કરોડના ખાતમુહૂર્ત અને વિકાસ કામો સામેલ છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના વિભાજન અંગેની પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. આ અંગે વહીવટી તંત્રએ ખુલાસો કર્યો છે અને કહ્યું છે કે આ પોસ્ટ માત્ર અફવા છે.
ADVERTISEMENT
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે બનાસકાંઠામાં મહેમાન બની રહ્યા છે. ત્યારે બનાસકાંઠાના લોકોમાં ખાસ કરીને સરહદી તાલુકાઓના ગ્રામીણ વિસ્તારોમાં બનાસકાંઠા જિલ્લાનું બે જિલ્લા માં વિભાજન થશે તેવી અફવાઓ સોશિયલ મીડિયામાં ફરતી થઈ હતી. બનાસકાંઠા જિલ્લામાં અગાઉ પણ બનાસકાંઠા માથી થરાદ અલગ કરી, સરહદી તાલુકાઓ માં તેનો સમાવેશ કરી, થરાદને અલગ જિલ્લો જાહેર કરવાની માંગ બળવત્તર બની હતી. જોકે સરકારે આ માંગ તે સમયે પણ યાંત્રિક અને તાંત્રિક કારણો સર ફગાવી હતી.
14 તાલુકા ધરાવતો જિલ્લો
જોકે જ્યારે જ્યારે લોકસભા અને વિધાનસભાની ચુંટણીઓ આવે ત્યારે લોકો પોતાની આ માંગ જાતેજ વહેતી કરે છે.જેમાં હવે શોસીયલ મીડિયા સ્ટ્રોંગ બનતાં,આવી માંગ અફવા સ્વરૂપ વહેતી થાય છે,અને લોકોમાં આ અફવા ઉન્માદ ફેલાવે છે. બનાસકાંઠા જિલ્લો રાજયમાં સૌથી વધુ 14 તાલુકા ધરાવતો જિલ્લો છે. ભલે વિસ્તાર દ્રષ્ટિ એ કચ્છ મોટો જીલ્લો હોય પણ ત્યાં 12 તાલુકા છે. ત્યારે તાલુકા સરખામણીમાં રાજ્યના પ્રથમ નબરના બનાસકાંઠામાં જિલ્લામાં દરેક ચુંટણી સમયે બનાસકાંઠા અને થરાદ જિલ્લાનું નવીન બે જિલ્લામાં વિભાજન થશે તેવી વાતો અફવા સ્વરૂપ વહેતી થાય છે.
સોશિયલ મીડિયામાં આ પોસ્ટ થઈ રહી છે વાયરલ
31 ઓક્ટોબરે થરાદને જિલ્લો જાહેર કરવા PM આવશે થરાદ…
થરાદને નવો જિલ્લો બનાવવાના દસ્તાવેજો-વિસ્તાર અને નામકરણ જેવી કામગીરીને આખરી ઓપ આપાઈને દિલ્હી પહોંચી ફાઈલો…
PM ના શબ્દો દ્વારા જિલ્લાનું નવું નામકરણ કરાશે…
PM જિલ્લાના હેડક્વાટરથી લઇ અને તમામ કચેરીઓના મુરત પણ કરશે…
PM થરાદમાં જળ ચંચય માટે વધુ યોજના કરશે જાહેર..
PM થરાદમાં નવી GIDC અને કેન્દ્રીય વિદ્યાલયના ભુમીપુજન પણ કરશે…
જાણો શું કહ્યું વહીવટી તંત્રએ
સોશિયલ મીડિયાની પોસ્ટ અંગે ગુજરાત તકે વહીવટી તંત્ર સાથે વાત કરતાં કહ્યું કે, આ પોસ્ટ માત્ર અફવા છે. જ્યારે જિલ્લા કલેકટર આનંદ પટેલે પણ બનાસકાંઠા જિલ્લામાં વિભાજન બાબત ને નકારી હતી..
ADVERTISEMENT