આદિનાથ દાદાના ઐતિહાસિક પગલાને ખંડિત કરનાર આરોપી ઝડપાયો, આ કારણે કરી હતી તોડફોડ

નીતિન ગોહિલ, ભાવનગર:  થોડા દિવસો પહેલા  આદિનાથ દાદાના પગલાની તોડફોડ કરતાં જૈન સમાજની લાગણી દુભાઈ હતી. જે અંગે પેઢીના સિક્યુરિટી મેનેજર દ્વારા પાલીતાણા રૂરલ પોલીસ…

gujarattak
follow google news

નીતિન ગોહિલ, ભાવનગર:  થોડા દિવસો પહેલા  આદિનાથ દાદાના પગલાની તોડફોડ કરતાં જૈન સમાજની લાગણી દુભાઈ હતી. જે અંગે પેઢીના સિક્યુરિટી મેનેજર દ્વારા પાલીતાણા રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ મામલે આદિનાથ દાદાના ઐતિહાસિક પગલાની તોડફોડ કરનાર આરોપી ઝડપાયો છે.

થોડા દિવસો પહેલા  આદિનાથ દાદાના પગલાની તોડફોડ થઈ હતી. તોડફોડ મામલે સિક્યુરિટી મેનેજર દ્વારા પાલીતાણા રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી  આદિનાથ દાદાના પગલાની તોડફોડ થતાં જૈન સમાજની લાગણી દુભાઈ હતી. જૈન સમાજ દ્વારા રેલી યોજી વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. ત્યારે આ ઘટનાને લઈ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ દ્વારા તપાસ હાથ ધરતા આરોપી ઝડપાયો છે.

આ કારણે કરી તોડફોડ
આદિનાથ દાદાના પગલાની તોડફોડ કરનાર રોહીશાળા ગામનો ગેમાભાઈ ઉર્ફે પીન્ટુ રાઘવભાઈ ગોહિલ નામના ઇસમને પોલીસે ઝડપી લીધો છે. આરોપી જૈન ધર્મના દેરાસરમાં ચોરી કરવા ગયો હતો અને કોઈ કીમતી ચીજ ન મળતા અકળાઇ અને પથ્થર વડે પગલાને ટોચા મારી ખંડિત કર્યો હોવાનું તપાસમાં ખુલ્યું છે.

શું હતો મામલો
પાલિતાણામાં રોહીશાળા ખાતે આદિનાથ પ્રભુના પગલાની તોડફોડ સામે આવી હતી. ત્યારબાદ શેત્રુંજય પર્વત પર CCTV કેમેરા અને બોર્ડની અસામાજીક તેમજ માથાભારે તત્વો દ્વારા તોડફોડ કરી નુકશાન પહોંચાડવામાં આવ્યું હતું. જેનો સમગ્ર રાજ્યમાં જૈન સમાજ સહિત અન્ય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જૈન સમાજની લાગણી દુભાઈ હતી. ત્યારે સુરેન્દ્રનગર ખાતે પણ સમસ્ત જૈન સમાજ દ્વારા શહેરના જીનતાન રોડ પર આવેલ દેવ દર્શન ફ્લેટ ખાતેથી શહેરના મુખ્ય માર્ગો પર રેલી યોજી હતી.

    follow whatsapp