વિપિન પ્રજાપતિ, પાટણ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ના ઢોલ વાગવાના ધીરે ધીરે શરૂ થઈ ચુક્યા છે. આમ આદમી પાર્ટીએ 41 ઉમેદવાર મેદાને ઉતારી દીધા છે . હવે દરેક સમાજ હવે ટિકિટ માટે મેદાને ઉતારવા લાગ્યા છે. સિદ્ધપુર વિધાનસભામાં ઠાકોર સમાજ ના 60 ટકાથી વધુ મતદારો છે જયારે કોંગ્રેસના ધારાસભ્ય ચંદનજી ઠાકોરની મુશ્કેલી માં વધારે થાય તેવું આ ગામમાં થયેલી બેઠક પર થી લાગી રહ્યું છે
ઠાકોર સમાજમાં પાલવી દરબાર ઠાકોર સમાજ પણ છે. જયારે 2017ની વિધાનસભામાં કોંગ્રેસ પક્ષ તરફથી જીબાજી ઠાકોરને મેન્ડેટ આપવાનું નક્કી હતું. જીબાજી ઠાકોરે ફોર્મ પણ ભર્યું અને સમર્થકોએ તો ફટાકડા પણ ફોડી નાખ્યા હતા. જયારે જાન માંડવે થી લીલાતોરણે પરત ફરી હોય તેવું થયું હતું. જયારે છેલ્લી ઘડીએ ચંદનજીને મેન્ડેટ મળતાં જીબાજીના સમર્થકો નારાજ થયા હતા. ત્યારે ચંદનજી દ્વારા સમાજને વચન અપાયું હતું કે 2022માં તેમને ચાન્સ આપીશ અને સાથે રહીશ.
ચંદનજીના વિરોધમાં ઉતરશે ઠાકોર સમાજ
પરંતુ રાજકારણમાં આવતી ચૂંટણી સુધી રાહ ન જોઈ શકાય અને 1 મિનિટમાં જ સમીકરણ બદલાઈ જાય. કોંગ્રેસ પક્ષ સિદ્ધપુર વિધાનસભામાંથી ચંદનજી ઠાકોરને નહિ પરંતુ પાલવી ઠાકોરને ટિકિટ મળે તે માટે 12 ગામો ના આગેવાનોએ બેઠક કરી હતી જયારે ચંદનજી નહિ માને તો સમાજ વિરુદ્ધ દીશામાં ચાલશે તેવું આગેવાનોએ જણાવ્યું હતું
સિદ્ધપુર વિધાનસભામાં આવેલા 36 ગામો આવેલા છે જેના કારણે ચંદનજી ને 2017 માં જીત મળી હતી. 2017 વિધાનસભાની ચુંટણીમાં સિદ્ધપુરમાં કોંગ્રેસ પક્ષમાં થી 4 – 4 મુરતીયાઓએ ફોર્મ ભર્યું હતું . જેમાં gkts પાટણ જિલ્લા ના પ્રમુખ જિબાજી ઠાકોર જેમનો ઠાકોર સમાજ પર મજબૂત પકડ ધરાવે છે. દશરથભાઈ પટેલ જે કોંગ્રેસના રણનીતિકાર છે તેઓએ પણ આ સીટ પર થી ફોર્મ ભર્યું હતું. સાથેજ પાટીદાર આંદોલન દરમ્યાન પાસના કન્વીનર અને બિલ્ડર અશોક પટેલે પણ ફોર્મ ભર્યું હતું. અને મુસ્લિમ માંથી ઈબ્રાહીમ ચરોલિયા દ્વારા કોંગ્રેસ પક્ષ માંથી ફોર્મ ભરવા માટે જણાવ્યું હતું.
અગ્રણીઓ ચંદનજી સામે મોરચો માંડ્યો
જ્યારે તમામની વચ્ચે અલ્પેશ ઠાકોરની ટીમના જિબાજી ઠાકોરને મેન્ડેડ આપવાનું નક્કી હતું .સમર્થકોએ ફોર્મ ભર્યા બાદ ફટાકડા ફોડી વધાવી પણ લીધા હતા. ત્યારે ભાજપ ના ઉમેદવાર જયનારાયણ વ્યાસ સામે કોંગ્રેસ પક્ષે ચંદનજી ઠાકોરને મેન્ડેડ આપીને મોકલ્યા હતા ત્યારે સ્વાભાવિક છે કે 4 ઉમ્મીદવારોની નારાજગી સામે પણ આવે. જ્યારે પક્ષ દ્વારા સમઝાવટ બાદ તમામે ચંદનજીનો સાથ આપ્યો જેમાં ચંદનજી ઠાકોર ભાજપના દિગ્ગજનેતા જય નારાયણ વ્યાસને હરાવીને વિજયી બન્યા હતા. જેમાં ઠાકોર સમાજના આગેવાનોને એક વચનની પણ વાત સામે આવી છે. ચંદનજી ઠાકોરે 2022 માં અન્ય ઠાકોર સમાજના અગ્રણી ને મોકો આપશે. જે મામલો હવે ફરી ગરમાયો છે હવે ઠાકોર સમાજ ના અગ્રણીઓ ચંદનજી સામે મોરચો માંડ્યો છે જો ચંદનજી નહીં માને તો ચંદનજી ઠાકોર ને હરાવવા ઠાકોરે સમાજ એડી ચોંટી નો જોર લગાવશે