જિલ્લામાં આદમખોર દીપડાનો આતંક, બાળકીને ફાડી ખાધી, વૃદ્ધ માંડ માંડ બચ્યા

ગીર સોમનાથ: જિલ્લામાં જંગલી પ્રાણીઓ અવારનવાર ગ્રામીણ વિસ્તારમાં ઘુસી આવવાની ઘટનાઓ અવાર નવાર બનતી હોય છે. ગઇકાલે જિલ્લાના સુત્રાપાડા તાલુકાના મટાણા ગામમાં રાત્રીના સમયે બાળક…

gujarattak
follow google news

ગીર સોમનાથ: જિલ્લામાં જંગલી પ્રાણીઓ અવારનવાર ગ્રામીણ વિસ્તારમાં ઘુસી આવવાની ઘટનાઓ અવાર નવાર બનતી હોય છે. ગઇકાલે જિલ્લાના સુત્રાપાડા તાલુકાના મટાણા ગામમાં રાત્રીના સમયે બાળક ઘરની બહાર આવતા જ દીપડાએ તરાપ મારી બાળકીને ઉઠાવી ગયો હતો. જેના પગલે પોલીસ અને ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી.

ફોરેસ્ટ વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું

ફોરેસ્ટ વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યો હતો. કલાકોની શોધખોળ બાદ આખરે દીપડાના સગડ મળ્યા હતા. બાળકનો મૃતદેહ શેરડીના ખેતરમાંથી મળી આવ્યો હતો. પરિવાર માથે તો જાણે આભ ફાટી નિકળ્યું હતું. સવારે ફરી એજ દીપડો વૃદ્ધા પર હુમલો કરીને નાસી છુટ્યો હતો. ઇજાગ્રસ્ત વૃદ્ધાને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે ખસેડાયો હતો. આ અંગેની જાણ વન વિભાગને કરવામાં આવી હતી. આ અંગેની જાણ વિભાગને થતા આ વિસ્તારમાં આદમખોર દીપડાને પાંજરે પુરવાની સ્થિતિ સર્જાઇ હતી.

કલાકો સુધી સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું

સુત્રાપાડા તાલુકાના મટાણા અને મોરડિયા ગામ વચ્ચે સીમવાડી વિસ્તાર માં રહેતા બે વર્ષનો બાળક માનવ રમેશભાઇ જાદવ રાત્રે સાડા આઠ વાગ્યાની આસપાસ પોતાના પરિવાર સાથે ઘરે ગયો હતો. ત્યાર બાદ ઘરની બહાર નીકળતા રેકી કરી બેઠેલો આદમખોર દીપડો આવી ચડ્યો હતો. બાળકને જોઇને દીપડાએ અચાનક તરાપ મારીને આદમખોર દીપડો પરિવારની નજર સામેથી જ ગળેથી બાળકને પકડીને ફરાર થઇ ગયો હતો. આસપાસના ખેડૂતોએ એકઠા થઇને સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

    follow whatsapp