અમદાવાદ: દેશભરમાં ઉત્સાહ, ઉમંગ સાથે દિવાળીના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. જોકે આ વર્ષે દિવાળી બાદ બીજા દિવસે સૂર્યગ્રહણને પગલે નૂતન વર્ષ વચ્ચે એક દિવસનો વિરામ રહેશે. સંવક 2078નું છેલ્લું ગ્રહણ ભારતમાં દેખાવાનું હોવાથી મંદિરો, ધાર્મિક ક્રિયાઓમાં વેધ પાળવાનો રહેશે. સાંજે 4.43 વાગ્યાથી શરૂ થતું ગ્રહણ 6.31 વાગ્યે પૂર્ણ થશે. ત્યારે સૂર્યગ્રહણને પગલે આજે ગુજરાતમાં પણ મોટાભાગના મંદિરો સાંજે 7 વાગ્યા સુધી બંધ રહેશે.
ADVERTISEMENT
અંબાજી મંદિર
અંબાજી મંદિરમાં આજે વહેલી સવારે 4 વાગ્યે મંગળા આરતી કરવામાં આવી હતી. મંદિરના દ્વારા સાંજ સુધી બંધ રહેવાના હોવાથી માઈ ભક્તો માતાજીના દર્શન નહીં કરી શકે. સાંજની આરતી પણ ગ્રહણ પૂરું થયા બાદ રાત્રે 9.30 વાગ્યે કરવામાં આવશે.
દ્વારકાધિશ મંદિર
જગ વિખ્યાગ દ્વારકા મંદિરના દ્વાર પણ આજે ભક્તો માટે સાંજ સુધી બંધ રહેશે. સૂર્યગ્રહણના કારણે મંદિરના દ્વારા ભક્તો માટે સાંજે 7.30 વાગ્યા બાદ ખુલશે અને ભક્તો રાત્રે 11 વાગ્યા સુધી દ્વારકાધીશના દર્શન કરી શકશે. જ્યારે બુધવારે નૂતન વર્ષના રોજ દર્શન રાબેતા મુજબ કરી શકાશે.
બહુચરાજી મંદિર
મહેસાણાના બહુચરાજીમાં આવેલા બહુચર માતાનું મંદિર પણ આજે સવારે 11.30 વાગ્યાથી સાંજે 7.30 વાગ્યા સુધી બંધ રહેશે. સૂર્યગ્રહણના લીધે મંદિરમાં ભક્તોના દર્શન બંધ રહેશે તથા સાંજની આરતીના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. ગ્રહણના કારણે સાંજની આરતી 8 વાગ્યે કરવામાં આવશે.
પાવાગઢ
પાવાગઢમાં મહાકાળી માતાનું મંદિર પણ આજે સૂર્ય ગ્રહણના કારણે સાંજ સુધી બંધ રહેશે. આ બાદ મંદિરના દ્વારા સાંજે 6.45 વાગ્યાથી ખોલવામાં આવશે અને સાંજે 7 વાગ્યે માતાજીની નિત્ય આરતી કરાશે અને રાત્રે 9 વાગ્યા સુધી મંદિરના દ્વારા ભક્તો માટે ખુલ્લા રહેશે. આ બાદ બુધવારે નિત્યક્રમ મુજબ મંદિર ભક્તો માટે ખુલ્લું રહેશે.
સોમનાથ મહાદેવ મંદિર
સોમનાથ મંદિરમાં પણ સૂર્યગ્રહણના લીધે આજે પ્રાતઃ મહાપૂજન આરતી, મદ્યાહ્ન મહાપૂજન આપી, ગંગાજળ અભિષેક, બિલ્વપૂજા, ધ્વજાપૂજા, સોમેશ્વર મહાપૂજન યજ્ઞો સહિતની તમામ પૂજાઓ બંધ રહેશે. સાંજે 6.50 વાગ્યાથી પૂજન શરૂ થશે અને 7.30 વાગ્યે સાંધ્ય આરતી કરવામાં આવશે. ગ્રહણ દરમિયાન દર્શનનો સમય 6 વાગ્યા બાદથી 10 વાગ્યા સુધી રહેશે.
ADVERTISEMENT