તિસ્તા સેતલવાડ પર સુપ્રિમ કોર્ટે કહ્યું કે FIR કયા આધારે નોંધી! શુક્રવારે બપોરે 2 વાગ્યે સુનાવણી થશે

દિલ્હીઃ ગુજરાતમાં જે રમખાણો થયા હતા એ મુદ્દે સુપ્રિમ કોર્ટે એક્ટિવિસ્ટ તિસ્તા સેતલવાડને વચગાળાની રાહત આપતી અરજી પર સુનાવણી કરી હતી. આ દરમિયાન કોર્ટે પૂછ્યું…

gujarattak
follow google news

દિલ્હીઃ ગુજરાતમાં જે રમખાણો થયા હતા એ મુદ્દે સુપ્રિમ કોર્ટે એક્ટિવિસ્ટ તિસ્તા સેતલવાડને વચગાળાની રાહત આપતી અરજી પર સુનાવણી કરી હતી. આ દરમિયાન કોર્ટે પૂછ્યું કે તિસ્તા વિરૂદ્ધ FIR કયા આધારે કરવામાં આવી હતી. વળી તેમના વિરૂદ્ધ કોઈ POTA અથવા UAPAના કેસ પણ દાખલ નથી. તો પછી છેલ્લા લગભગ 2 મહિનાથી એક મહિલાને કસ્ટડીમાં કેમ રાખવામાં આવી છે? શુક્રવારે બપોરે 2 વાગ્યે ફરીથી આ મુદ્દે સુનાવણી હાથ ધરાશે.

તિસ્તાને જામીન આપવા માટે વિરોધ કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે આ કેસ હાઈકોર્ટમાં છે માટે તમે ત્યાં જ એની સુનાવણી થવા દો તો યોગ્ય રહેશે. સુપ્રિમ કોર્ટે સંપૂર્ણ આંખ બંધ કરવાની પણ જરૂર નથી કે સંપૂર્ણ આંખ ખોલવાની પણ આવશ્યકતા નથી. આ દરમિયાન તિસ્તા તરફથી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ જ્યારે ગુજરાત સરકાર તરફથી સોલિસિટર જનરલ મહેતા રજૂ કરાયા હતા.

CJIએ કહ્યું કે
હાઈકોર્ટે 3 ઓગસ્ટે જામીન અરજી મુદ્દે નોટિસ આપી અને 6 સપ્તાહમાં જવાબ માગ્યો હતો. CJIએ આ મુદ્દે કહ્યું કે તિસ્તા એક મહિલા છે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ.

ગુજરાત સરકારે કહ્યું…
30 ઓગસ્ટે ગુજરાત સરકારે સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેમાં તિસ્તાની જામીનનો વિરોધ કરાયો હતો. સરકારે દાવો કર્યો હતો કે આ FIR માત્ર સુપ્રિમ કોર્ટના નિર્ણય પર જ નહીં પરંતુ પુરાવાઓ દ્વારા આધારિત પણ છે.

  • 2002ના ગુજરાત રમખાણોના કેસમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લિનચીટ આપનારા એસઆઈટીના રિપોર્ટ સામેની અરજીને 24 જૂને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી.
  • ઝાકિયા જાફરીએ અરજી દાખલ કરી હતી.
  • આ રમખાણોમાં ઝાકિયા જાફરીના પતિ એહસાન જાફરીનું મોત થયું હતું.

30 જુલાઈએ ટ્રાયલ કોર્ટે તિસ્તા સેતલવાડની જામીન અરજી ફગાવી દીધી હતી
ઝાકિયાની અરજી મુદ્દે સુપ્રીમ કોર્ટે કહ્યું આમાં કોઈ યોગ્યતા નથી. કોર્ટે એમ પણ કહ્યું હતું કે આ કેસમાં સહ-અરજી કરનારા તિસ્તાએ ઝાકિયા જાફરીની ભાવનાઓ સાથે રમત રમી છે. કોર્ટે તિસ્તાની ભૂમિકા અંગે તપાસ કરવા જણાવ્યું હતું. જે બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 25 જૂને મુંબઈથી તિસ્તાની ધરપકડ કરી હતી.

    follow whatsapp