નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની વચ્ચેની બોન્ડિંગ જગજાહેર છે. વિરાટ કોહલીએ ધોનીની કેપ્ટનશીપમાં જ પોતાનું ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું. જે બાદ તે સતત રન બનાવતો રહ્યો. વિરાટ કોહલીએ પાછલા વર્ષે ટેસ્ટ કેપ્ટનશીપ છોડ્યાના કેટલાક મહિલાના બાદ ધોનીને લઈને દિલની સ્પર્શી જતું નિવેદન આપ્યું હતું. કોહલીએ કહ્યું હતું કે જ્યારે તેણે ટેસ્ટ કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય કર્યો, તો માત્ર ધોનીનો મેસેજ તેને આવ્યો હતો.
ADVERTISEMENT
પૂર્વ ફીલ્ડિંગ કોચે બુકમાં કર્યો દાવો
હવે ભારતીય ટીમના પૂર્વ ફીલ્ડિંગ કોચ આર.શ્રીધરે પોતાની નવી બુક ‘કોચિંગ બિયોન્ડ: માઈ ડેઝ વિથ ઈન્ડિયન ક્રિકેટ ટીમ’માં ચોંકાવનારો દાવો કર્યો છે. શ્રીધરે કહ્યું કે, વિરાટ વર્ષ 2016માં વ્હાઈટ બોલ ક્રિકેટમાં કેપ્ટનશીપ કરવા માટે આતૂર હતા અને ત્યારે તત્કાલિન કોચ રવિ શાસ્ત્રીએ કોહલીને રાહ જોવા માટે કહ્યું હતું. આર. કૌશિક સાથે મળીને લખેલા પુસ્તકમાં શ્રીધરે તે દિવસોનો ઉલ્લેખ કર્યો, જ્યારે કોહલી ટેસ્ટ ટીમના કેપ્ટન હતા અને લિમિટેડ ઓવર્સ ક્રિકેટમાં તેને કેપ્ટનશિપ નહોતી મળી.
આ પણ વાંચો: Rishabh Pantના પગમાં હજુ એક સર્જરી બાકી, વર્લ્ડકપ સાથે એશિયા કપમાં રમવું પણ મુશ્કેલ
‘કોહલી કેપ્ટનશિપ લેવા માટે આતુર હતો’
આર. શ્રીધરે પુસ્તકમાં લખ્યું, જ્યાં સુધી કોચિંગ ગ્રુપનો સવાલ છે તો એવો માહોલ બનાવવામાં આવ્યો હતો કે તમે દરેક ખિલાડીના આંખમાં આંખ નાખીના સાચું કહી શકો. પછી તે સત્ય ગમે તેટલું કડવું હોય. વર્ષ 2016માં એવો સમય હતો જ્યારે વિરાટ કોહલી લિમિટેડ ઓવર્સની કેપ્ટનશિપ માટે ઉતાવળો હતો. તેણે કેટલીક એવી વાતો કરી, જેનાથી લાગ્યું કે તે કેપ્ટનશિપ કરવા માટે ઉતાવળો છે.
રવિ શાસ્ત્રીએ કોહલીને સમજાવ્યો હતો
તેમણે આગળ લખ્યું, ‘એક સાંજે રવિ શાસ્ત્રીએ તેમને બોલાવ્યા અને કહ્યું કે, વિરાટ, એમ.એસએ તમને ટેસ્ટની કેપ્ટનશીપ આપી છે. તમારે તેની ઈજ્જત કરવી જોઈએ. તે લિમિટેડ ઓવર્સની કેપ્ટનશીપ તમને સોંપી દેશે પરંતુ સાચો સમય આવવા પર. જો તમે હજુ પણ તેમની ઈજ્જત નહીં કરો, તો કાલે જ્યારે તમે કેપ્ટન બનશો તો ટીમ તમારું સમ્માન નહીં કરે.’ વિરાટે તે સલાહ માની અને 1 વર્ષની અંદર જ તે લિમિટેડ ઓવર્સમાં કેપ્ટન બની ગયો.
ADVERTISEMENT