દુબઈ: સૂર્યકુમાર યાદવની વિસ્ફોટક ઈનિંગ્સની મદદથી ભારતે હોંગકોંગને હરાવીને એશિયા કપના (Asia Cup 2022) સુપર-4માં જગ્યા પાક્કી કરી લીધી છે. ટીમ ઈન્ડિયાએ પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 192 રન બનાવ્યા હતા. જવાબમાં હોંગકોંગ આ ટાર્ગેટથી ખૂબ દૂર રહી. ભારતે આ મેચ 40 રનથી જીતી લીધી.
ADVERTISEMENT
ભારતીય ટીમ સુપર-4માં પહોંચી
આ જીત સાથે જ ભારતે સુપર-4માં જગ્ગા પાક્કી કરી લીધી છે અને તે સુપર-4માં જગ્યા બનાવનારી બીજી ટીમ બની ગઈ છે. અફઘાનિસ્તાન પહેલાથી જ અહીં પહોંચી ગયું છે. એવામાં હવે નક્કી છે કે ભારતીય ટીમ પોતાના ગ્રુપમાં નંબર-1 પર રહેશે.
4 તારીખે પાકિસ્તાન સામે મેચ રમાઈ શકે
હવે સૌ કોઈની નજર 2 સપ્ટેમ્બર પાકિસ્તાન અને હોંગકોંગની મેચ પર રહેશે. કારણ કે પાકિસ્તાન જો આ મેચ જીતશે તો જ સુપર-4માં પહોંચી શકશે. એવામાં 4 સપ્ટેમ્બર ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરીથી મુકાબલો થઈ શકે છે. શેડ્યૂલ મુજબ, 4 સપ્ટેમ્બરે ગ્રુપ-એમાં પહેલા અને બીજા નંબર પર રહેનારી ટીમો વચ્ચે મેચ થશે.
સૂર્યકુમાર યાદવના વિસ્ફોટક 68 રન
મેચની શરૂઆતમાં ટોસ જીતીને હોંગકોંગની ટીમે પહેલા બોલિંગનો નિર્ણય કર્યો હતો. એવામાં પહેલા બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત ધીમી રહી હતી. કેપ્ટન રોહિત શર્મા અને કે.એલ રાહુલ અનુક્રમે 31 અને 36 રન બનાવીને આઉટ થઈ ગયા. આ બાદ વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવે બાજી સંભાળી બંનેએ અનુકમે 59 અને 68 રનની ઈનિંગ્સ રમી. આમ ભારતીય ટીમે 20 ઓવરમાં 192 રન બનાવ્યા હતા.
ભારતે 193 રનનો ટાર્ગેટ આપ્યો હતો
હોંગકોંગની ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 152 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી ભુવનેશ્વર, આવેશ, જાડેજા અને અર્શદીપે 1-1 વિકેટ લીધી હતી. જ્યારે જાડેજાએ એક રનઆઉટ પણ કર્યો હતો. હોંગકોંગ તરફથી બાબર હયાતે સૌથી વધુ 41 રન જ્યારે કિંચિત સિંહે 30 રન બનાવ્યા હતા.
ADVERTISEMENT