Team India Announced for England Series: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ઈંગ્લેન્ડ સામેની 5 મેચની ટેસ્ટ સિરીઝની છેલ્લી 3 મેચો માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. હાલમાં શરૂઆતી બે મેચ બાદ આ સિરીઝ 1-1થી બરાબરી પર છે.
ADVERTISEMENT
રાહુલ-જાડેજાની થઈ એન્ટ્રી!
17 સભ્યોની ટીમ સિલેક્શનની સૌથી મોટી વાત એ છે કે વિરાટ કોહલી બાકીની ત્રણ મેચ માટે ઉપલબ્ધ નથી. BCCIએ કહ્યું કે વિરાટ કોહલી અંગત કારણોસર આ મેચોમાં મમશે નહીં. BCCI કોહલીના નિર્ણયનું સંપૂર્ણ સન્માન કરે છે અને સમર્થન કરે છે.
બંને રમશે કે નહીં તે નક્કી નથી!
રવિન્દ્ર જાડેજા અને કેએલ રાહુલની ટીમમાં ફરી વાપસી થઈ છે, પરંતુ તેમની ભાગીદારી મેડિકલ ટીમની ફિટનેસ ક્લિયરન્સ બાદ જ થઈ શકશે. એટલે કે જાડેજા અને રાહુલ ભલે ટીમમાં પરત ફર્યા છે, પરંતુ તેઓ રમશે કે નહીં તે નિશ્ચિત નથી. જાડેજા અને રાહુલને ઈજાના કારણે બીજી ટેસ્ટ મેચમાંથી બહાર રહેવું પડ્યું હતું.
છેલ્લી ત્રણ ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમઃ
રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, કેએલ રાહુલ*, રજત પાટીદાર, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ (વિકેટમેન), કેએસ ભરત (વિકેટમાં), આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા*, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, આકાશ દીપ.
ભારત Vs ઈંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝનું શેડ્યૂલ
પહેલી ટેસ્ટ: 25-29 જાન્યુઆરી, હૈદરાબાદ (ઇંગ્લેન્ડ 28 રનથી જીત્યું)
બીજી ટેસ્ટ: 2-6 ફેબ્રુઆરી, વિશાખાપટ્ટનમ (ભારત 106 રનથી જીત્યું)
ત્રીજી ટેસ્ટ: 15-19 ફેબ્રુઆરી, રાજકોટ
4થી ટેસ્ટ: 23-27 ફેબ્રુઆરી, રાંચી
5મી ટેસ્ટ: 7-11 માર્ચ, ધર્મશાલા
ADVERTISEMENT