હિતેશ સુતરીયા, અરવલ્લી: ખાનગી દુકાનો બાદ હવે સસ્તા અનાજની દુકાનમાં પણ નકલી ચોખા વેચાતાં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ભરુચમાં સસ્તા અનાજની દુકાનમાં પ્લાસ્ટિકના ચોખા મળતા હોવાની ફરિયાદ કરવામાં આવી છે. છેલ્લા બે દિવસથી મંત્રી ભીખુસિંહ પરમાર નર્મદા અને છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે છે ત્યારે તેમના ધ્યાનમાં આવી ફરિયાદ આવી હતી. ત્યારે આ મામલે તેણે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે આ ઘટનામાં કડક તપાસના આદેશ કર્યા છે
ADVERTISEMENT
ખાનગી દુકાનધારકો તો નાગરિકોને કોઈપણ ભેળસેળ વાળી વસ્તુઓનું વેચાણ કરતા હોય છે. ભેળસેળ વાળી વસ્તુઓના વેચાણની અનેક ફરિયાદો અગાઉ સામે આવી છે. ત્યારે હવે સસ્તા અનાજની દુકાનમાંથી અનાજ મેળવતા ગરીબ પરિવારોના આરોગ્ય સાથે ચેડા થતા જોવા મળી રહ્યાં છે. ભરુચમાં સસ્તા અનાજની દુકાનમાં અનાજ લેવા આવતા પરિવારોને પ્લાસ્ટિકના ચોખા આપવામાં આવતા હોવાની ફરિયાદો કરવામાં આવતા હવે તપાસનો ધમધમાટ શરુ થઈ ગયો છે.
તપાસના આદેશ આપ્યા
આ તકે અરવલ્લી પહોંચેલા અન્ન અને પૂરવઠા મંત્રી સુધી આ ફરિયાદ પહોંચી હતી. તેમણે આ ઘટનામાં કડક તપાસના આદેશ કર્યા છે. મંત્રી ભીખુસિંહ પરમારે વાતચીત કરતા કહ્યું હતું કે, છેલ્લા બે દિવસથી તેઓ નર્મદા અને છોટાઉદેપુર જિલ્લાના પ્રવાસે હતા. તેમના ધ્યાનમાં આ નકલી અથવા તો પ્લાસ્ટિકના ચોખાની વાત આવી છે. મંત્રીજીએ કડક શબ્દોમાં જવાબદાર અધિકારીઓને તપાસના આદેશ આપ્યા છે. આ સાથે તેમણે કહ્યું છે કે, ટુંક સમયમાં તપાસ કરાવી અને કસૂરવાર સામે કડકમાં કડક પગલા ભરાય એ દિશામાં અમે કામ કરીશું, લોકોના આરોગ્ય સાથે ચેડા થાય એ ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે. રાજ્ય સરકાર આ ઘટના ક્યારેય નહીં ચલાવી લે. કારણ કે આ ઘટના ગંભીરમાં ગંભીર બાબત કહેવાય આરોગ્ય સાથે આવા ચેડા થાય એ ચલાવી લેવાય નહીં.
આ પણ વાંચો: લોકસભાની ચૂંટણી પહેલા છોટુ વસાવા એકશન મોડમાં, BTP ને લઈ કરી મોટી જાહેરાત
જ્યારે આ ચોખા ના દાણા માટે જિલ્લામાં મોકલીને અને લેબોરેટરીમાં મોકલવાની વાત પણ કરવામાં આવી હતી. જ્યારે આ ચોખા ખરેખર પ્લાસ્ટિકના દાણા છે કે પછી કોઈ બીજા ચોખા છે તેની તપાસ કરવામાં આવે તો જ ખબર પડે કે શું છે. અને જો પ્લાસ્ટિકના ચોખા હોય તો ખરેખર ગામડાની પ્રજાને આવા ચોખાના દાણા ખાઈને મરવાનો વારો આવે તેમ લાગી રહ્યું છે. માટે ચોખાના દાણાને તપાસ કરીને ખરેખર આ ચોખામાં મિક્સ ક્યાંથી થયો તેની તપાસ કરી તેની આગળની કાર્યવાહી કરવામાં આવે તેવી આ ગામડાની જનતાની માંગ છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT