દ્વારકાઃ ગુજરાતમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. પ્રથમ તબક્કામાં 788 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે, ત્યારે સાંજે 5 વાગ્યા સુધીમાં તેમનું ભાવી EVMમાં કેદ થશે. તેવામાં દ્વારકા ખાતે ભાજપના પબુભા માણેક મતદાન કરવા પહોંચ્યા હતા. ત્યારે મત આપ્યા પછી પબુભા માણેકે આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા છે. આની સાથે પબુભાના બહેને ગુજરાત તક સાથે વાતચીત કરી હતી. તેમણે આ દરમિયાન મતદાન જાગૃતિ માટે મહિલાઓને સંદેશ આપ્યો હતો. ચલો વિગવાર તેમના નિવેદન પર નજર કરીએ…
ADVERTISEMENT
પબુભા માણેકે મતદાન કરવા લોકોને ટકોર કરી…
પ્રથમ તબક્કામાં મતદાન શરૂ થઈ ગયું છે ત્યારે ભાજપના ઉમેદવાર પબુભા માણેક મતદાન કરવા પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે ગુજરાતમાં મતાધિકાર ધરાવતા તમામ નાગરીકે વોટ આપવો જોઈએ. આની સાથે તેમણે આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા કહ્યું કે ગુજરાતની જનતા સ્માર્ટ છે. તેમણે કહ્યું કે રાજ્યની જનતા મહેનત કરીને કમાણી કરે છે. આવામાં હવે મફતની વાતો અહીં ચાલશે નહીં.
પબુભા માણેકના બહેને કહ્યું કે મારો ભાઈ આ ટર્મની ચૂંટણીમાં પણ અવશ્ય જીતશે. વધુમાં કહ્યું કે મહિલાઓએ વધુમાં વધુ મતદાન કરવા માટે આવવું જોઈએ.
With Input: રજનીકાંત જોશી
ADVERTISEMENT