હેતાલી શાહ/ખેડાઃ નડિયાદમાં હાથજ ગામની સરકારી શાળામાં એકદિવસીય ગરબાનું આયોજન કરાયું હતું. જેમાં શિક્ષકો દ્વારા બાળકોને ગરબાની જગ્યાએ તાજિયા રમાડવામાં આવતા વિવાદ સર્જાયો હતો. એટલું નહીં આ દરમિયાન તાજિયા ગીત વગાડવામાં આવ્યું હતું અને વિધર્મી નામ સાથે ટી-શર્ટ પહેરાવવામાં આવી હતી. નોંધનીય છે કે આ સમગ્ર ઘટનાપછી 4 શિક્ષકોને ગરબાના સ્થાને તાજિયા રમાડતા સસ્પેન્ડ કરાયા છે.
ADVERTISEMENT
શાંતિનું વાતાવરણ ડહોળવા પ્રયાસ
નવરાત્રી દરમિયાન નડિયાદના હાથજ ગામની પે સેન્ટર શાળામાં બાળકોને ગરબાના નામે તાજિયા રમાડતા વિવાદ સર્જાયો છે. આ દરમિયાન વિદ્યાર્થીઓને વિધર્મી નામ વાળી ટિશર્ટ પહેરાવી હતી. એટલું જ નહીં હાથ જ ગામની પે સેન્ટર શાળામાં વિવિધ ઈત્તર પ્રવૃત્તિઓ નિમિત્તે એકદિવસીય ગરબા રમાડવામાં આવ્યા હતા. જેમાં તાજિયા ગીત વગાડીને બાળકો ગરબાને બદલે બે હાથ છાતીએ કૂટતા જોવા મળ્યા હતા.
ઘટનાનો વીડિયો વાઈરલ થતા થયો હોબાળો
ઉલ્લેખનીય છે કે તાજિયા રમાડતો વીડિયો વાઈરલ થતા હિંદુ સેનામાં રોષ છલક્યો હતો. ઉલ્લેખનીય છે કે તેમના દ્વારા જિલ્લા કલેક્ટરને શાળા સામે આકરા પગલા ભરવા સૂચન કરવામાં આવ્યું હતું. વિધર્મી શિક્ષિકાઓએ બાળકોને ગરબાને બદલે તાજીયા રમવા ટકોર કરી હોવાનો આક્ષેપ કર્યો છે. જોકે જિલ્લા શિક્ષણાઘિકારીએ 4 શિક્ષકોને તાત્કાલિક ધોરણે કડક પગલા ભરી સસ્પેન્ડ કરી દીધા હતા.
ADVERTISEMENT