Munmun Dutta And Raj Anadkat Engagement: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની અભિનેત્રી બબીતાજી (Babitaji) ઉર્ફે મુનમુન દત્તા (Munmun Dutta) અને રાજ અનડકટ (Raj Anadkat)ની સગાઈ થઈ ગઈ છે. ન્યૂઝ 18ના એક રિપોર્ટ અનુસાર, 36 વર્ષીય મુનમુન અને 27 વર્ષીય રાજ અનડકટે આ મહિનાની શરૂઆતમાં પોત-પોતાના પરિવારજનોની હાજરીમાં સગાઈ કરી લીધી છે. બેનાના ડેટિંગના સમાચાર ઘણા સમયથી મીડિયામાં આવી રહ્યા હતા. ઘણી વખત બંને ડિનર ડેટ પર સાથે જોવા મળ્યા હતા.
ADVERTISEMENT
બબીતાજીનું પાત્ર ભજવે છે મુનમુન દત્તા
મુનમુન દત્તા પ્રખ્યાત ટીવી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતાની ભૂમિકા ભજવે છે, તો રાજ અનડકટે આ શૉમાં દિલીપ જોશી ઉર્ફે જેઠાલાલાના પુત્ર 'ટપ્પુ'નો રોલ કર્યો હતો. રાજ અનડકટે ડિસેમ્બર 2022માં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉ છોડવાની જાહેરાત કરી હતી.
વડોદરામાં થઈ બંનેની સગાઈઃ રિપોર્ટ્સ
રિપોર્ટ્સનું માનીએ તો મુનમુન દત્તા અને રાજ અનડકટે મુંબઈની બહાર સગાઈ કરી લીધી છે. બંનેની વડોદરામાં રિંગ સેરેમની યોજાઈ હતી. મુનમુન દત્તા અને રાજ અનડકટના પરિવારજનોએ તેમના સંબંધોનો સ્વીકાર કર્યો છે અને તેઓ પણ સમારોહમાં હાજર હતા.
ઘણા સમયથી એક બીજાને કરતા હતા ડેટ
રાજ અનડકટના તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જોડાયા બાદથી તેઓ ડેટિંગ કરી રહ્યા છે. બધા જાણતા હતા કે આ સંબંધ ખૂબ આગળ વધશે. હકીકતમાં, કેટલાક લોકોને ખાતરી હતી કે મુનમુન દત્તા અને રાજ અનડકટ આખરે લગ્ન કરશે. તેથી તે ચોંકાવનારી વાત નથી કે તેઓએ હવે સગાઈ કરી લીધી છે.
ADVERTISEMENT