Valentine’s Day viral surprise: ગઈકાલે પ્રેમનો દિવસ એટલે કે valentine day હતો. આ સમય દરમિયાન, ઘણી કંપનીઓ કપલ્સ માટે ઑફર્સ પણ લાવતી હોય છે. જેમાં વેલેન્ટાઈન ડે ડિસ્કાઉન્ટથી લઈને ફ્રિ ગિફ્ટનો સમાવેશ થતો હોય છે. મોબાઈલ ફોન પરની ઘણી એપ્સે પણ પોતાના મોબાઈલ નોટિફિકેશન દ્વારા ઑફર્સ આપતી હોય છે.
ADVERTISEMENT
ગિફ્ટ મોકલવાની અનોખી રીતના કારણે સ્વિગી ચર્ચામાં
પરંતુ ગઈ કાલે કંઈક એવું બન્યું કે ફૂડ ડિલિવરી એપ Swiggy એ તેના એક ગ્રાહકને સુંદર વેલેન્ટાઈન ગિફ્ટ મોકલી. તેની ગિફ્ટ મોકલવાની અનોખી રીતના કારણે તે ચર્ચામાં આવી હતી. અન્ય એપ્સની જેમ, સ્વિગીએ પણ સુષ્મિતા નામના તેના ગ્રાહકને એક નોટિફિકેશન મોકલી જેમાં લખ્યું હતું - 'સુષ્મિતા... તમારા વેલેન્ટાઇન્સ શ્રેષ્ઠ ડિઝર્વ કરે છે, Thankfully એની પાસે તમે છો.'
ગ્રાહકે સ્વિગીને ટેગ લખ્યું આવું કંઈક
સુષ્મિતાએ આ નોટિફિકેશનનો સ્ક્રીનશોટ લઈ તેને ટ્વિટર પર શેર કર્યો અને સ્વિગીને ટેગ કરીને લખ્યું - 'મારી પાસે કોઈ વેલેન્ટાઈન નથી, સ્વિગી.. શા માટે આવા મેસેજ મોકલો છો?'
પ્રેમ હોય તો ચીઝ બર્સ્ટ પિઝા મોકલો....
આના જવાબમાં સ્વિગીએ કહ્યું- શું અમે તમારા વેલેન્ટાઇન બની શકીએ? બાદમાં સુષ્મિતાએ જવાબમાં લખ્યું કે, જો પ્રેમ હોય તો ચીઝ બર્સ્ટ પિઝા મોકલો. જોવાની વાત એ છે કે તેના સ્વિગીએ તેમની વિગતો મેસેજ કરવા કહ્યું. આ પછી સુષ્મિતાએ હાર્ટ શેપ ચીઝ બર્સ્ટ પિઝાનો ફોટો શેર કર્યો હતો. તેની સાથે બે ગુલાબ અને એક નાનો પત્ર હતો જેના પર લખેલું હતું "You deserve all the love and pizza, trust us. Love Swiggy."
ADVERTISEMENT