જયપુર: બાંદ્રાથી જોધપુર જતી સૂર્યનગરી એક્સપ્રેસ ટ્રેનના આઠ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ દુર્ઘટના પાલીના રાજકિયાવાસ પાસે બની. રિપોર્ટ્સ મુજબ દુર્ઘટનામાં 10 જેટલા લોકોને ઈજા પહોંચી છે, જોકે હજુ સુધી કોઈના મૃત્યુની માહિતી મળી નથી. ઉત્તર પ્રશ્ચિમ રેલવેના સીપીઆરઓએ જણાવ્યું કે, દુર્ઘટનાની જાણકારી ઉચ્ચ અધિકારીઓને આપવામાં આવી છે. તેઓ જલ્દી જ સ્થળ પર પહોંચી જશે. હાલમાં રેસક્યૂ ટીમ સ્થળ પર પહોંચી ગઈ છે. ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે મોકલી દેવામાં આવ્યા છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: નાયડૂની સભામાં બીજી વાર ભાગદોડ, બંન્ને રેલીમાં કુલ 11 ના મોત, અનેક ઘાયલ
અત્યાર સુધી 4 ટ્રેનોને ડાઈવર્ટ કરાઈ
જાણકારી મુજબ દુર્ઘટના બાદ હાલમાં 4 ટ્રેનોને ડાઈવર્ટ કરી દેવામાં આવી છે. જ્યારે પેસેન્જરોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. આ બાદ રેલવે લાઈનને ખાલી કરવામાં આવશે. હાલમાં આ રૂટને રેસ્ક્યૂ ઓપરેશન સમાપ્ત થયા બાદ બ્લોક કરી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: જમ્મુમાં આતંકવાદીઓનો ગોળીબાર, 3ના મોત, 7 લોકો ગંભીર રીતે ઘાયલ
રેલવેએ હેલ્પલાઈન નંબર જાહેર કર્યા
ADVERTISEMENT