સુરત: ઓલપાડના ઉમરામાં સોસાયટીમાં જ રહેતા પાડોશી યુવકે પરિણીતાનું તેની અને અન્ય લોકો સાથે લફરું હોવાની ખોટી અફવા ફેલાવતા પરિણીતાએ બદનામીના ડરે આપઘાત કરી લીધો હોવાનો મામલો સામે આવ્યો છે. સમગ્ર મામલે પરિણીતાના આપઘાત બાદ પતિએ પાડોશી યુવક વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં આપઘાતના દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે.
ADVERTISEMENT
યુવતીએ 6 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા
ઘટનાની વિગતો મુજબ, ઓલપાડના ઉમરા ગામમાં એક પરિણીતાએ 6 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્નજીવન દરમિયાન તેને એક બાળકને જન્મ આપ્યો અને પતિ તથા બાળક સાથે રહેતી હતી. ત્યારે સોસાયટીના જ જગદીશ કાકડીયા નામના યુવકે અફવા ફેલાવી હતી કે પરિણીતાનું તેની અને સોસાયટીના અન્ય લોકો સાથે લફરું ચાલે છે. પરિણીતાએ રડતા રડતા આ વાતની જાણ થતા તેણે પતિને સોસાયટીના લોકો તેના વિશે અફવા ફેલાવતા હોવાની જાણ કરી હતી. જે બાદ પતિએ તેને રાત થઈ ગઈ હોવાથી સૂઈ જવા કહ્યું હતું અને સવારે પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવા જવાના હતા.
બદનામીના ડરે પરિણીતાનો આપઘાત
ઑજોકે રાતના સમયે બે વર્ષનો દીકરો અચાનક રડવા લાગતા મહિલાનો પતિ જાગી ગયો હતો. તેણે જાગીને જોતા બેડમાં પત્ની નહોતી. આથી તેણે પત્નીને શોધતા બહાર હોલમાં પંખા પર દુપટ્ટો બાંધીને લટકતી હાલતમાં તે મળી આવી હતી. પત્નીને નીચે ઉતારી હોસ્પિટલ લઈ જતા ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. જે બાદ પતિએ આરોપી જગદીશ સામે પત્નીની વિશે લફરાની ખોટી અફવા ફેલાવી આપઘાતની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT