સુરતમાં ભાઈની GFએ યુવતીને મળેલી સરકારી નોકરીની ઉમેદવારી રદ કરવા અરજી કરી નાખી, વિચિત્ર છે કારણ

સુરત: શહેરમાં સાઈબર ફ્રોડનો એક ખૂબ જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં લોકરક્ષકની ભરતી પરીક્ષા પાસ કરી લેનારી યુવતીના કન્ફર્મેશન નંબર અને રજીસ્ટર કરેલા…

gujarattak
follow google news

સુરત: શહેરમાં સાઈબર ફ્રોડનો એક ખૂબ જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં લોકરક્ષકની ભરતી પરીક્ષા પાસ કરી લેનારી યુવતીના કન્ફર્મેશન નંબર અને રજીસ્ટર કરેલા મોબાઈલ નંબરના OTPનો ઉપયોગ કરીને કોઈએ તેનું ફોર્મ બારોબાર રદ કરી નાખ્યું. જે બાદ યુવતીએ સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસની તપાસમાં યુવતીના ભાઈની ગર્લફ્રેન્ડ જ આરોપી નીકળતા તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. બાદમાં સાઈબર પોલીસે આરોપી યુવતીની ધરપકડ કરી છે.

લોકરક્ષકની ભરતીમાં પાસ થઈ હતી યુવતી
ઘટનાની વિગતો મુજબ, સુરતના પુણાગામ ખાતે રાધાસ્વામી સોસાયટીમાં રહેતી કાજલ (નામ બદલ્યું છે) નામની યુવતીએ વર્ષ 2021-22માં લોકરક્ષક દળની ભરતી જાહેરાતમાં ફોર્મ ભર્યું હતું. આ માટે તેણે પોતાના ભાઈનો ફોન નંબર ફોર્મમાં આપ્યો હતો. 4 જાન્યુઆરી 2022ના રોજ તેની પ્રેક્ટિકલ પરીક્ષા યોજાઈ જેમાં તેને 21 માર્ક્સ સાથે પાસ થઈ હતી. બાદમાં 9 સપ્ટેમ્બરે લેવાયેલી લેખિત પરીક્ષામાં પણ તે 52 માર્ક્સ લાવી આમ 73 માર્ક્સ સાથે લોકરક્ષકની ભરતીમાં તે પાસ થઈ ગઈ હતી.

યુવતીની જાણ બહાર ભાઈની GFએ કાંડ કર્યો
જોકે બાદમાં કોઈ અજાણી વ્યક્તિએ LRDની ભરતી વેબસાઈટ પર ફોર્મ પાછું ખેંચવાની અરજી કરી દીધી. આ માટે તેના ભાઈના ફોનથી OTP પણ તેમાં આપ્યો. જોકે બાદમાં ફોનમાં અરજી કેન્સલ થયાનો મેસેજ આવ્યો જે જોઈને ભાઈએ તેની બહેનને જાણ કરી હતી. જોકે કાજલે આવી કોઈ અરજી ન કરી હોવાથી તેણે સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી.

કેમ કરી ઉમેદવારી રદ કરવાની અરજી?
જે બાદ પોલીસ તપાસમાં સામે જાગૃતિ નામની યુવતીએ જ આ કારનામું કર્યું હોવાનું સામે આવ્યું હતું. જે કાજલના ભાઈની જ ગર્લફ્રેન્ડ હતી. હકીકતમાં જાગૃતિ અને કાજલ બંને બહેનપણીઓ પણ હતી. બંનેએ સાથે આ ભરતીમાં ફોર્મ ભર્યું હતું. જેમાં કાજલ પાસ થઈ ગઈ અને જાગૃતિ નાપાસ. આથી ઈર્ષ્યામાં તેણે બહેનપણીની નોકરી જતી રહે તે માટે આમ કર્યું. યુવતીના ભાઈનો ફોન ચોરીથી લઈને તેમાંથી OTP મેળવી અરજી કેન્સલ કરાવી દીધી હતી.

કાજલને મળશે નોકરી
જોકે બહેનપણીના કારણે યુવતીને મળેલી સરકારી નોકરી નહીં જાય. યુવતીની ફરિયાદ મળતા જ સાઈબર ક્રાઈમે ઉપરના લેવલે જાણ કરી દીધી હતી. જેથી તેને હાલ તો લોકરક્ષકની નોકરીમાં કોઈ વાંધો આવશે નહીં.

    follow whatsapp