Surat News: સુરતમાં પ્રેમના નામે એક યુવતીએ યુવકને લાખો રૂપિયાનો ચૂનો લગાવ્યો હોવાનું સામે આવ્યું છે. પ્રેમ જાળમાં ફસાવીને યુવતી 96 લાખ રૂપિયા લઈને અન્ય પ્રેમી સાથે ફરાર થઈ જતાં યુવકે પોલીસ સ્ટેશનનો દરવાજો ખખડાવ્યો છે. હાલ પોલીસે યુવકની ફરિયાદના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ADVERTISEMENT
મકાનમાં ભાડે રહેતા હતા પ્રેમી-પ્રેમીકા
પ્રાપ્ત વિગતો અનુસાર, સુરતના વેડ રોડ પર આવેલા સિદ્ધી વિનાયક એપાર્ટમેન્ટમાં દિલીપ ધનજી ઉકાણી (ઉં.વ 37) ભાડાના ફ્લેટમાં એકલા રહે છે. તેઓ એક વર્ષ અગાઉ કતારગામની કૃષ્ણકુંજ સોસાયટીમાં પોતાના મકાનમાં ઉપર એકલા રહેતા હતા અને નીચેનું મકાન તેમણે જયશ્રી દિનશ ભગત અને તેના પ્રેમી મૂળ મહારાષ્ટ્રના શુભમ મિસલને ભાડે આપ્યું હતું.
યુવકને થઈ ગયો યુવતી સાથે પ્રેમ
જયશ્રીના બોયફ્રેન્ડ શુભમ અવારનવાર મહારાષ્ટ્ર જતો હતો, આ દરમિયાન જયશ્રી અને દિલીપની આંખ મળી ગઈ હતી, બંને વચ્ચે પ્રેમ થયો હતો. જે બાદ જયશ્રીએ પ્રેમી શુભમ સાથે બ્રેકઅપ કરીને દિલીપ સાથે રહેવા લાગી હતી. તેણે દિલીપને લગ્નના મોટામોટા સપના પણ બતાવ્યા હતા.
મકાનના પૈસા લઈને યુવતી રફુચક્કર
જે બાદ જયશ્રીએ મકાન વેચીને અન્ય સ્થળે સાથે રહેવા જણાવતા દિલીપે અંદાજે દોઢ કરોડની વેલ્યૂનું મકાન 96.44 લાખમાં જ વેચી નાખ્યું હતું. જે પૈસા દિલીપે પોતાના ઘરે રાખ્યા હતા. દિલીપ બહાર જતાં જયશ્રી એ પૈસા લઈને શુભમ સાથે ફરાર થઈ ગઈ હતી. ઘરે આવ્યા બાદ દિલીપને જ્યારે આ વિશે જાણવા મળ્યું તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને તે સીધો પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો.
ADVERTISEMENT