Surat પોલીસનો સતત બીજા દિવસે સપાટો, Mehul Boghraની ફરિયાદ મોડી લેનારા PIનું ટ્રાન્સફર

સુરત: તાજેતરમાં જ સુરતમાં સામાજિક કાર્યકર અને એડવોકેટ મેહુલ બોઘરા (Mehul Boghra) પર TRB હેડ દ્વારા કરાયેલા જીવલેણ હુમલાના પડઘા રાજ્યભરમાં પડ્યા હતા. લોકોમાં ટ્રાફિક…

gujarattak
follow google news

સુરત: તાજેતરમાં જ સુરતમાં સામાજિક કાર્યકર અને એડવોકેટ મેહુલ બોઘરા (Mehul Boghra) પર TRB હેડ દ્વારા કરાયેલા જીવલેણ હુમલાના પડઘા રાજ્યભરમાં પડ્યા હતા. લોકોમાં ટ્રાફિક પોલીસ પ્રત્યે રોષ જોવા મળ્યો હતો. ત્યારે આ મામલે સુરત પોલીસ અચાનક એક્શન મોડમાં આવી ગઈ છે. ગઈકાલે એકસાથે 37 TRB જવાનોને સસ્પેન્ડ કર્યા બાદ આજે મેહુલ બોઘરાની ફરિયાદ મોડી લેનારા સરથાણાના PI સહિત 4 PIનું ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું છે.

સરથાણાના PIનું ટ્રાન્સફર કરી દેવાયું
સુરત પોલીસ દ્વારા સરથાણાના PI ની બદલી કરી દેવામાં આવી છે. PI એમ.કે ગુર્જરને હવે કંટ્રોલરૂમમાં મુકાયા છે. આ ઉપરાંત અન્ય 4 PIની પણ આતંરિક બદલી કરી દેવામાં આવી છે. વધુમાં SOG PSI રાજેશ સુવેરાને PCBમાં મુકાયા અને સરથાણા PI તરીકે વી.એલ પટેલને જવાબદારી સોંપવામાં આવી છે.

ગઈકાલે 37 TRB જવાનોને સસ્પેન્ડ કરાયા હતા
નોંધનીય છે કે, ગઈકાલે જ સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા લોકો સાથે ગેરવર્તન, ભ્રષ્ટાચાર અને સતત ગેરહાજરીની ફરિયાદો થઈ હોય તેવા 37 TRB જવાનોને નોકરીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. આ નિર્ણય ટ્રાફિક સેક્ટર-1ની કચેરીના નાયબ પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવ્યો છે. આ સસ્પેન્ડ કરાયેલા TRB જવાનોમાંથી મોટાભાગના કતારગામ વિસ્તારના હોવાનું જાણવા મળી રહ્યું છે.

ટ્રાફિક બ્રિગેડ-પોલીસ સામે ફરિયાદ કરવા હેલ્પલાઈન નંબર જાહેર કરાયા
ટ્રાફિક નિયમન તેમજ ટ્રાફિક કર્મચારીને લગતી કોઈપણ રજૂઆત માટે સુરત શહેર ટ્રાફિક પોલીસ હેલ્પલાઈન નંબર 7434095555 પર સંપર્ક કરવા લોકોને કહેવાયું છે. આ પહેલા સોમવારે પણ સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્પલાઈન નંબરો જાહેર કરાયા હતા. જેમાં પોલીસ અને ટીઆરબી દ્વારા ગેરવર્તણુક સંદર્ભમાં પોલીસ કંટ્રોલ રૂમના 100 નંબર, તથા 0261-2241301-302-303-0261-26666657 અને મોબાઈલ નંબર-74340 95555 અને 90819 91100 વોટ્સઅપ નંબર જાહેર કરવામાં આવ્યા છે.

    follow whatsapp