સુરત: સુરતના સરથાણામાં નેચર પાર્ક ખાતે કમ્પાઉન્ડ વોલ બનાવવાની કામગીરી દરમિયાન ધ્રુજાવી દેતી ઘટના ઘટી છે. વોલ બનાવવાની કામગીરી દરમિયાન ચાલુ ટ્રેક્ટરમાંથી ડ્રાઈવર પિતાના ખોળામાંથી 2 વર્ષની બાળકી નીચે પડી જતા ટાયર નીચે કચડાઈ ગઈ હતી. બાળકીના માથા પરથી ટ્રેક્ટરનું ટાયર ફરી વળતા સ્થળ પર જ તેનું મોત નિપજ્યું હતું. આ કંપાવનારા અકસ્માત મુદ્દે હાલ સરથાણા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
મધ્ય પ્રદેશનો પરિવાર મજૂરી કામ માટે સુરત આવ્યો હતો
સુરતના સરથાણા વિસ્તારમાં જકાતનાકા પાસે નેચરપાર્કની દિવાલ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. આ માટે મધ્ય પ્રદેસના જાંબુઆના નવાપાડા ગામથી સિંગાડિયા પરિવાર બે મહિના પહેલા ત્યાં કામાર્થે આવ્યો હતો. મુકેશભાઈ તેમની પત્ની, ભત્રીજો અને બે બાળકો અને ભત્રીજો તથા તેની વહુ સાથે સરથાણા પાર્ક પાસે જ રહેતો હતો. દરમિયાન શ્રમિક સુરેશ સિંગડિયા ટ્રેક્ટર ચલાવતો હતો ત્યારે તેના ખોળામાં બેઠેલી 2 વર્ષની બાળકી ત્યાંથી નીચે પડી જતા ટ્રેક્ટરનું પાછલું ટાયર તેના પર ફરી વળ્યું હતું.
બાળકીના માથા પરથી ટાયર ફરી વળ્યું
બાળકીના માથા પરથી જ ટ્રેક્ટરનું ટાયર ફરી વળતા સ્થળ પર જ તેનું મોત કરુણ મોત નિપજ્યું હતું. એવામાં બાળકીનું મોત નિપજતા પરિવારમાં શોક છવાઈ ગયો છે. સમગ્ર મામલે સરથાણા પોલીસને જાણ થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. મૃત બાળકીને સ્મીમેરમાં પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવી છે. હાલમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT