Surat Crime News: દુષ્કર્મ, સિગારેટના ડામ, ન્યૂડ વીડિયોની માંગ...સુરતની મોડલે જે કહ્યું એ સાંભળીને હચમચી જશો

ગુજરાતના સુરત શહેરમાં મોડલ તાન્યા સિંહની આત્મહત્યાનો મામલો હજુ ઉકેલાયો નથી, ત્યાં સુરતની વધુ એક મોડલે તેના એક્સ બોયફ્રેન્ડ અને કાપડના બિઝનેસમેન મિતેષ જૈન વિરુદ્ધ સુરતના અલથાણ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મનો કેસ નોંધાવ્યો છે.

Surat Crime News

વેપારી બન્યો હેવાન!

follow google news

સમાચાર હાઇલાઇટ્સ

point

સુરતની મોડલે એક્સ બોયફ્રેન્ડ સામે નોંધાવી ફરિયાદ

point

અલથાણ પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યો દુષ્કર્મનો કેસ

point

પોલીસે આરોપી મિતેશ જૈનની ધરપકડ કરી

Surat Crime News: ગુજરાતના સુરત શહેરમાં મોડલ તાન્યા સિંહની આત્મહત્યાનો મામલો હજુ ઉકેલાયો નથી, ત્યાં સુરતની વધુ એક મોડલે તેના એક્સ બોયફ્રેન્ડ અને કાપડના બિઝનેસમેન મિતેષ જૈન વિરુદ્ધ સુરતના અલથાણ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મનો કેસ નોંધાવ્યો છે. દુષ્કર્મની ફરિયાદ બાદ પોલીસે આરોપી મિતેશ જૈનની ધરપકડ કરી છે અને તેને જેલાના સળીયાની પાછળ ધકેલી દીધો છે. 

2017માં યુવતીના સંપર્કમાં આવ્યો હતો મિતેશ

સુરત શહેર ACP જેડ.આર દેસાઈએ જણાવ્યું કે, મિતેશ સંપત જૈન વિરુદ્ધ અલથાણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં તે એક યુવતીનું શારીરિક શોષણ કરતો હતો. આ કેસની માહિતી એવી છે કે કાપડનો બિઝનેસ કરતો મિતેશ જૈન વર્ષ 2017માં યુવતીના સંપર્કમાં આવ્યો હતો. આના સંબંધમાં તેણે કેટલાક મોડલિંગ ફોટોગ્રાફ્સ કરાવવાના હતા. આ કામ માટે આ યુવતીનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેની સાથે મિત્રતા થઈ હતી. 

યુવતીને લાલચ આપી શારીરિક શોષણ કર્યુંઃ ACP

તેઓએ જણાવ્યું કે, મિત્રતા ગાઢ થતાં તેણે યુવતીને લાલચ આપી તેનું શારીરિક શોષણ કરવાનું શરૂ કર્યું હતું. શરૂઆતમાં સુરત ડુમસ રોડ પર આવેલા રાજહંસ વેલીજા એપાર્ટમેન્ટમાં લઈ જઈને શારીરિક શોષણ શરૂ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ અમદાવાદ, ગોવા અને આણંદમાં લઈ જઈને તેનું શોષણ કરવામાં આવ્યું હતું. તે અંતર્ગત એફઆઈઆર નોંધવામાં આવી છે અને તેના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. યુવતીએ જે પણ પુરાવા આપ્યા છે તેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે અને યુવતીએ જે પણ પુરાવા આપ્યા છે તેના આધારે ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવશે.

ફોટોશૂટ માટે મિતેશે કર્યો હતો મારો સંપર્કઃ પીડિતા

પીડિતાએ પોલીસને જણાવ્યું હતું કે, મિતેશ જૈને મારો ફોટો જોઈને તેના એક મિત્ર પાસેથી મારો નંબર લીધો હતો. જે બાદ શૂટ માટે મારો સંપર્ક કર્યો હતો. મને સુરતના અડાજણ વિસ્તારમાં મળવા બોલાવી અને હું તેને મળવા ગઈ. તે પછી તેણે મને બીજા દિવસે પણ મને મળવા બોલાવી. તેણે મને ત્યાં પ્રપોઝ કર્યું અને મારી સાથે લગ્ન કરવાનું વચન આપ્યું. તેણે મને કહ્યું કે તે મારી સાથે લગ્ન કરશે, તે પછી અમારા સંબંધો શરૂ થયા. 2018 સુધી તેણે કહ્યું ન હતું કે તે પરિણીત છે. મને આ વિશે 2018માં ખબર પડી કે તેણે લગ્ન કરી લીધા છે, તેથી મેં તેને પૂછ્યું કે તેણે મને કેમ ન કહ્યું કે તેણે લગ્ન કર્યા છે, તો તેણે કહ્યું કે તેણે લગ્ન કરી લીધા છે પરંતુ મારે મારી પત્ની સાથે કોઈ સંબંધ નથી, હું છૂટાછેડા લઈશ અને જલ્દી લગ્ન કરશે. તે મને આ વાત કહેતો હતો અને લગ્નની લાલચ આપતો હતો. 2017થી તે આવુ કરીને મારી સાથે શારીરિક સંબંધ બાંધતો હતો. 

મારા લગ્ન પણ તોડાવી નાખ્યાઃ પીડિતા

તેણીએ વધુમાં જણાવ્યું કે, જ્યારે મેં મારા પરિવારના સભ્યોને આ વાત કહી તો તેઓ ગુસ્સે થયા અને મારા લગ્ન દિલ્હી-ફરીદાબાદમાં નક્કી કર્યા.  મારા લગ્ન 2020માં થયા. એક અઠવાડિયા પછી મિતેશ જૈન અને તેનો ડ્રાઈવર ત્યાં પહોંચ્યા અને મારા લગ્ન તોડી નાખ્યા. તેણે ત્યાં બધું જ કહ્યું હતું કે આ છોકરી ખૂબ જ ખરાબ છે, તેનું મારી સાથે અફેર છે, તે મારી રખાત છે. આ બધી વાતો કહીને તેણે મારા લગ્ન તોડી નાખ્યા. જે બાદ મિતેશ જૈને મને કહ્યું કે તું મારી પાસે આવ, હું તારી સાથે લગ્ન કરીને તને રાખીશ. આ કર્યા પછી હું ઘણા દિવસો સુધી તેની સાથે રહી અને તેણે મારું શારીરિક શોષણ કરવાનું ચાલુ રાખ્યું. તે ડ્રગ્સ લે છે, તે દારૂ પીવે છે, આ બધું કર્યા પછી તે મને માર મારે છે અને મારી પાસેથી ન્યૂડ વીડિયોની માંગણી કરે છે, જે હું ન આપું તો તે મને માર મારે છે. 

રિપોર્ટઃ સંજયસિંહ રાઠોડ, સુરત


 

    follow whatsapp