સુરતઃ દેશમાં દિવસેને દિવસે ખાદ્યતેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. તેવામાં ગુજરાતમાં તેલના ભાવમાં તોતિંગ વધારો થતા ચોરો સક્રિય થઈ ગયા છે. સુરતમાં ખાદ્યતેલના ડબ્બાની ચોરી કરીને વેચતો એખ શખસ ઝડપાયો હતો. આ અંગે પોલીસે કાર્યવાહી કરી હતી જેમાં સીસીટીવી ફુટેજ વાઈરલ થતા ચોરનો ભાંડો ફૂટ્યો હતો. એટલું જ નહીં પોલીસે વધુ તપાસ કરી એમા જાણવા મળ્યું કે આ ચોર પહેલા મોબાઈલ રિપોરિંગની દુકાનનો માલિક હતો. પરંતુ આર્થિક મંદીના કારણે ચોરી કરવાનું શરૂ કરી દીધું હતું.
ADVERTISEMENT
સોશિયલ મીડિયા પર ફુટેજ વાઈરલ
ખાદ્ય તેલના ડબ્બાની ચોરી કરતા શખસનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. આ દરમિયાન તે ડબ્બાની ચોરી કરતો જોવા મળ્યો હતો. ત્યારપછી આ શખસ વેપારીઓને તેલના ડબ્બાના ભાવ કરતા ઓછા રેટમાં વેચતો પણ નજરે પડ્યો હતો. નોંધનીય છે કે વેપારીએ આ અંગે ના પાડી દેતા ચોર પોતાના મોપેડ લઈને ઘટનાસ્થળથી ફરાર થઈ ગયો હતો. ત્યારપછી પોલીસે વીડિયો દ્વારા આરોપીની તપાસ હાથ ધરી દીધી હતી.
આરોપી મોબાઈલ રિપેરિંગની દુકાનનો માલિક હતો
પોલીસે પોતાના ચક્રો ગતિમાન કરીને આરોપીને દબોચી લીધો હતો. તેનું નામ અરબાઝ શેખ હોવાનું સામે આવ્યું છે, જેને એક મોબાઈલ રિપેરિંગની દુકાન છે. તેણે આસપાસના વિસ્તારના ગોડાઉનથી 15 તેલના ડબ્બા ચોરી લીધા હતા. જોકે આ અંગે ગોડાઉનના માલિકને જાણ થઈ ગઈ હતી. ત્યારપછી માલિકે ફરિયાદ નોંધાવી દીધી હતી. પોલીસને વધુ તપાસ કરતા જાણ થઈ કે શખસને આર્થિક તંગી થતા ચોરી કરવાની જરૂર પડી હતી.
ADVERTISEMENT