સંજયસિંહ રાઠોડ/સુરત: સુરતમાં હેર સલૂનની દુકાન ધરાવતા એક વાળંદે ઉમાનદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઉમરા વિસ્તારમાં ભાર્ગવ નામના વાળંદને રસ્તામાં પડેલા હિરા જડિત એક મંગળસૂત્ર મળી આવ્યું હતું, જેની કિંમત લાખોમાં હતી. જોકે યુવકે આ મંગળસૂત્ર પોતાની પાસે રાખવાના બદલે પોલીસ મથકે પહોંચ્યો હતો અને મૂળ માલિકને તે સોંપી દીધું હતું.
ADVERTISEMENT
યુવકના ખિસ્સામાંથી પડી ગયું મંગળસૂત્ર
સુરતના ઉમરા વિસ્તારમાં યુવકના ખિસ્સામાંથી ડાયમંડ જડિત મંગળસૂત્ર ક્યાંક પડી ગયું હતું. લાખોનું મંગળસૂત્ર ખોવાઈ જતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. યુવકે ઉમરા પોલીસનો સંપર્ક કર્યો હતો. બીજી તરફ હેર સલૂન ધરાવતો એક યુવક ત્યાંથી પસાર થતા તેણે આ હીરા જડિત મંગળસૂત્ર મળ્યું હતું. જોકે પોતાની પાસે રાખવાના બદલે યુવક આ મંગળસૂત્ર લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. જ્યાં પોલીસની હાજરીમાં જ તેણે મૂળ માલિકને આ મંગળસૂત્ર પરત કર્યું હતું. પોલીસે યુવકના આ ઉમદા કાર્યની પ્રશંસા પણ કરી છે.
સીસીટીવીમાં યુવક લઈ જતા દેખાયો
ઘટનાની વિગતો મુજબ, ફરિયાદી સુરતના સિટીલાઈટ વિસ્તારમાં ટાયરની દુકાને ગયા હતા, જ્યાં પેમેન્ટ કરવા પૈસા ખિસ્સામાંથી કાઢતા સમયે આ મંગળસૂત્ર નીચે પડી ગયું હતું. આથી તેમણે ઉમરા પોલીસમાં જઈને જાણ કરી હતી. બાદમાં દુકાનના સીસીટીવી ફૂટેજ ચેક કરતા તેમાં એક કાળા ટી-શર્ટ પહેરેલો યુવક મંગળસૂત્ર ઉઠાવતા દેખાય છે. જેના ટી-શર્ટ પર સલૂનનું નામ લખેલું હતું. ત્યાં જઈને તપાસ કરતા યુવકે તેને મંગળસૂત્ર મળ્યું હોવાનું જણાવ્યું હતું.
આ પણ વાંચો: 31 ડિસેમ્બરને લઈ ગૃહ વિભાગ એક્ટિવ મોડ પર, હર્ષ સંઘવીએ ગૃહ વિભાગ સાથે બેઠક યોજી
યુવકે મૂળ માલિકને પરત કર્યું મંગળસૂત્ર
ભાર્ગવ જોટલિયા નામના આ યુવકે જણાવ્યું હતું કે, હું બેંકમાં પૈસા ડિપોઝિટ કરવા જતો હતો ત્યારે મેં કાર પાર્કિંગમાંથી નીકાળી તો ત્યાં આ મંગળસૂત્ર પડ્યું હતું. જેની અંદાજિત કિંમત 1.25 લાખથી 1.50 લાખ સુધીની હતી. કોઈપણ વસ્તુ છે, અમને પહેલાથી જ શીખવવામાં આવ્યું છે કે, પારકી મૂડી ધૂળ બરાબર, કોઈની પણ વસ્તુ લેવી ઈમાનદારી નથી. જ્યારથી મને મંગળસૂત્ર મળ્યું ત્યારથી મેં ડેસ્ક પર આપી દીધું હતું કે કોઈ પ્રૂફી આપીને લઈ જાય, નહીંતર આપણે સાંજે પોલીસ સ્ટેશનમાં આપી દઈશું.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT