સુરતઃ દશેરાના તહેવાર વચ્ચે માઠા સમાચાર સામે આવ્યા છે. શહેરમાં વધુ એક વખત લિફ્ટ તૂટી પડતા 9 મજૂરો નીચે પટકાયા હતા. જેમાંથી 1નું મોત નીપજ્યું છે જ્યારે 8ની સ્થિતિ ગંભરી છે. અત્યારે તમામ ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે સુરત શહેરના ભટાર ખાતે શાંતિવન મિલમાં લિફ્ટ તૂટી પડી હતી. પ્રાથમિક માહિતી પ્રમાણે અન્ય લોકોમાંથી કેટલાકની કમર તૂટી ગઈ છે તો કેટલાકને ફ્રેક્ચર થઈ ગયું છે.
ADVERTISEMENT
અ’વાદમાં લિફ્ટ તૂટવાની ઘટના…
અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં નિર્માણાધિન બિલ્ડીંગમાં લિફ્ટ પડતા (Lift Collapse) 7 શ્રમિકોના મોત નિપજ્યા હતા. ગુજરાત યુનિ. નજીક એસ્પાયર-2 નામની બિલ્ડીંગનું બાંધકામ ચાલી રહ્યું હતું. બિલ્ડીંગના 13મા માળે મજૂરો સેન્ટિંગનું કામ કરી રહ્યા હતા, ત્યારે અચાનક લિફ્ટ તૂટીને નીચે પડી. જેમાં કામ કરી રહેલા મજૂરો પણ ઉપરથી સીધા નીચે પટકાયા હતા. જેમાં સાત મજૂરોના મોત થયા હતા. ઘટના બનતા જ સાઈટ પરથી સુપરવાઈઝર સહિતના લોકો ઓફિસમાં પંખા-લાઈટો ચાલુ મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. કોઈએ પોલીસ કે ફાયરબ્રિગેડને જાણ કરવાની પણ તસ્દી ન લીધી. જે સ્પષ્ટ પણે ગંભીર બેદરકારી સૂચવે છે.
ફાયરબ્રિગેડે બેઝમેન્ટમાંથી મૃતદેહ કાઢ્યા
15 દિવસ અગાઉ ઘટનાની સવારે 9.30 વાગ્યે બનેલી મીડિયામાં 11.30 વાગે જોઈને ફાયરબ્રિગેડની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી. જોકે ઘટના સ્થળ પર એક વ્યક્તિ પણ જોવા મળી નહોતી. તેમણે જ લિફ્ટનો તૂટેલો કાટમાળ બેઝમેન્ટમાંથી દૂર કરતા કેટલાક મજૂરો મળી આવ્યા હતા અને બેઝમેન્ટમાં ભરાયેલા પાણીમાંથી પણ વધુ બે મજૂર મળી આવ્યા હતા. સમગ્ર ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને જીવ ગુમાવનારા લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
ADVERTISEMENT