Surat Crime News : એક વીડિયો કોલે શિક્ષકની જિંદગી કરી તબાહ! બ્લેકમેલરે કરી એવી માંગ કે ખખડાવવા પડ્યા પોલીસ સ્ટેશનના દરવાજા

Surat Crime News : રાજ્યમાંથી રોજબરોજ ક્રાઇમના ચોંકાવનારો કિસ્સો સામે આવી રહ્યા છે. હવે સુરતમાંથી વધુ એક કાળી કરતૂતની ઘટના સામે આવી છે.અહીં એક શિક્ષક…

gujarattak
follow google news

Surat Crime News : રાજ્યમાંથી રોજબરોજ ક્રાઇમના ચોંકાવનારો કિસ્સો સામે આવી રહ્યા છે. હવે સુરતમાંથી વધુ એક કાળી કરતૂતની ઘટના સામે આવી છે.અહીં એક શિક્ષક વીડિયો કૉલથી છેતરપિંડીનો ભોગ બન્યા છે. મળતી માહિતી અનુસાર,સુરતના પુણા વિસ્તારમાંથી એક ઘટના સામે આવી જેમાં એક યુવતીએ એક શિક્ષક સાથે વીડિયો કૉલમાં વાત કરી હતી, જેમાં યુવતી નગ્ન થઈ હતી અને શિક્ષક પણ ન્યૂડ થઇ ગયો હતો.

ટુકડે ટુકડે 53 હજાર રૂપિયા ગેન્ગ દ્વારા 53 હજાર રૂપિયા પડવામાં આવ્યા

આ સમગ્ર ઘટનાને યુવતી દ્વારા રેકોર્ડ કરવામાં આવી અને પછી વીડિયો શિક્ષકને મોકલવામાં આવ્યો હતો. આ વીડિયોના આધારે કેટલાક લોકોએ પોલીસના સ્વાંગમાં આવીને શિક્ષક પાસે પૈસાની ઉઘરાણી કરી હતી. આ ઘટના નવ મહિના પહેલા બની હતી. આ ન્યૂડ વીડિયો કાંડમાં યુવતીએ શિક્ષકને વીડિયો મોકલ્યો અને તેની પાસેથી પૈસા પડાવ્યા હતા. શરૂઆતમાં શિક્ષકે પૈસા આપવાની ના પાડી હતી પછી વીડિયોને વાયરલ કરવાની ઘમકી મળતા ટુકડે ટુકડે 53 હજાર રૂપિયા ગેન્ગને આપ્યા હતા. શિક્ષકને મોકલવામાં આવેલો આ વીડિયો મૉર્ફ કરેલો હતો. હવે નવ મહિના બાદ આ ઘટનાની શિક્ષકે પુણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

સુરતમાં અગાઉ એક હનીટ્રેપનો કિસ્સો પણ સામે આવ્યો હતો

સુરતમાં એક હનીટ્રેપનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવતા ખળભળાટ મચી ગયો હતો. એમ્બ્રોઈડરીના કારખાનેદારને પ્રેમજાળમાં ફસાવીને મહિલાએ અંગતપળોનો વીડિયો ઉતારી લીધો. બાદમાં આ જ વીડિયોને હથિયાર બનાવી વાઈરલ કરવાની ધમકી આપી અને યુવક પાસેથી રૂ.5 લાખ અને ફ્લેટનો બનાખાત પોતાના નામે કરાવી લીધો હતો. જોકે આટલું લીધા બાદ પણ મહિલાની લાલચ ન સંતોષાઈ અને વધુ પૈસાની માગણી કરતા તેના પાપનો ઘડો ફૂડ્યો. મહિલાની પજવણીથી પરેશાન વેપારી આખરે પોલીસ સ્ટેશને પહોંચતા સમગ્ર મામલે 3 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

5 લાખ, ફ્લેટ પડાવ્યા છતાં પૈસાની માગણી ચાલું હતી

એક દિવસ વર્ષાએ વેપારીને તેના ઘરે બોલાવ્યો. આ દરમિયાન તેના પતિએ બંનેના અંગતપળોનો વીડિયો ઉતારી લીધો અને વેપારીને ‘મારી પત્ની સાથે ગંદુ કામ કરે છે’ તેમ કહી વીડિયો વાઈરલ કરી બદનામ કરવાની ધમકી આપી અને રૂ.5 લાખ પડાવી લીધા હતા. આ બાદ પણ યુવકે વીડિયો ડિલીટ ન કર્યો, જેથી વેપારી કંટાળીને સુરત રહેવા જતો રહ્યો. થોડા વર્ષો બાદ વર્ષાએ ફરી વેપારીને ફોન કર્યો અને પોતે પણ સુરત રહેવા આવી ગઈ હોવાનું કહી વેપારીને મળવા બોલાવ્યો હતો. વેપારીએ ત્યાં જતા બંને વચ્ચે ફરી પ્રેમભરી વાતો થઈ અને તેમણે એકાંત માણ્યું. થોડા દિવસ બાદ વર્ષા અને તેનો પતિ વેપારીના કારખાને પહોંચ્યા અને એકાંતનો વીડિયો બતાવી ગાળાગાળી કરી રૂપિયા માગવા લાગ્યા અને પૈસા ન આપવા પર જાનથી મારી નાખવાની ધમકી આપી.

    follow whatsapp