સુરત: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ ભાજપના (BJP) એક નેતા વિવાદમાં સપડાયા છે. બારડોલી તાલુકા પંચાયતના સભ્યનો કથિત વીડિયો હાલમાં વાઈરલ થતા સુરત જિલ્લાના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. વીડિયોમાં ભાજપના નેતા એક મહિલા સાથે બિભત્સ હરકતો કરી રહ્યા છે. જોકે તેમની આ હરકત સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા ભાંડો ફૂટી ગયો હતો.
ADVERTISEMENT
મહિલા સાથે રંગરેલીયા મનાવતા નેતાનો વીડિયો વાઈરલ
બારડોલી તાલુકા પંચાયતના સભ્ય અને સુમુલ ડેરીના ડાયરેક્ટર અજીત પટેલનો (Ajit Patel) એક વીડિયો હાલમાં વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તેઓ મહિલા સાથે બિભત્સ હરકત કરતા હોવાનું દેખાય છે. નેતાનો મહિલા સાથે રંગરેલીયા મનાવતો વીડિયો સામે આવતા રાજકીય ક્ષેત્રે આ વીડિયોએ ભારે ચર્ચા જગાવી છે. જોકે Gujarat Tak આ કથિત વાઈરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી.
શું છે કથિત વાઈરલ વીડિયોમાં?
ભાજપના નેતા અજીત પટેલના કથિત વાઈરલ વીડિયોમાં એક મહિલા અર્ધનગ્ન હાલતમાં દરવાજો ખોલીને બહાર આવે છે. ત્યાર બાદ આ નેતા પણ બહારથી ઘરના દરવાજા તરફ આવે છે અને મહિલાને ભેટી પડે છે. રાત્રીના અંધારામાં નેતાની આ બિભત્સ હરકત સીસીટીવી કેમેરામાં કેદ થઈ જાય છે.
જોકે આ વીડિયો આવતા સુરતના રાજકારણમાં મોટો ભૂકંપ આવી ગયો છે. તાલુકા પંચાયતના સભ્ય અને સુમુલ ડેરીના ડાયરેક્ટર પદે રહેલા આગેવાનની જાહેરમાં આ પ્રકારની બિભત્સ હરકતનો કથિત વીડિયો આવતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે.
ADVERTISEMENT