સુરત: સુરતમાં વ્યાજખોરીનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. જુદા જુદા જરૂરિયાતમંદ લોકોને વ્યાજે પૈસા આપીને તેનું ઊચું વ્યાજ વસૂલ કરાતી હોવાની જુદી જુદી ફરિયાદો કુલ 14 જેટલા વ્યાજખોરો સામે નોંધાઈ છે. ચોંકાવનારી બાબત તો એ છે કે આમાં પ્રમાણિકતાની વાતો કરનારી આમ આદમી પાર્ટીના નેતા સામે પણ કેસ થયો છે. જેમને હાલમાં પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
2 લાખની સામે કેટલા પૈસા વસૂલ કર્યા?
સુરતમાં આપના મહામંત્રી ગૌતમ પટેલ સામે વ્યાજખોરીના આરોપ લાગ્યા છે. ખટોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ પાંડેસરા વિસ્તારના AAP નેતા ગૌતમ પટેલે 2 લાખ વ્યાજે આપ્યા હતા અને તેની સામે 4.50 લાખ વસૂલ કર્યા હતા. સાથે સાથે 12 લાખના પ્લાટની ફાઈલ પણ કબજે કરી લીધી હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યું છે. જોકે હાલમાં તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આપ નેતા સાથે સાથે અન્ય લોકો સામે પણ ફરિયાદ નોંધાઈ છે.
સુરતમાં કુલ 14 વ્યાજખોરો સામે ફરિયાદ
સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશનમાં કુલ 11 તથા ખટોદરા પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરો સામે 3 ફરિયાદ નોંધાઈ છે. આ 14 વ્યાજખોરો સામે જરૂરિયાતમંદ ફરિયાદીને કુલ 19.51 લાખની લોન આપીને 37 લાખથી પણ વધુની રકમ વસૂલ કરાઈ હોવાનો આક્ષેપ છે. હાલમાં પોલીસે આ ગુનામાં કુલ 12 જેટલા વ્યાજખોરોની ધરપકડ કરી છે. જેમાં પોલીસની પૂછપરછમાં આપના મહામંત્રીનું પણ નામ ખૂલ્યું હતું.
ADVERTISEMENT