નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને ફરીથી ફટકાર લગાવી છે. ભટ્ટને કસ્ટડીમાં રહેલા આરોપીના મોતના દોષમાં આજીવન કેદની સજા પર પુનર્વિચાર અરજી દાખલ કરી હતી. જેની સુનાવણીથી જસ્ટિસ શાહને અલગ થઈ જવા માટે અનુરોધ કર્યો હતો. જેના પર કોર્ટે નારાજગી દર્શાવી છે. જસ્ટિસ એમ.આર શાહ અને જસ્ટિસ સી.ટી રવિ કુમારે કોર્ટને પત્ર લખીને સંજીવ ભટ્ટ વિરુદ્ધ ફરિયાદ કરી કે તેમનું વર્તન કોર્ટની ગરિમાને અનુરૂપ નથી.
ADVERTISEMENT
સંજીવ ભટ્ટે નવેમ્બરમાં પોતાના વકીલ દ્વારા આ પ્રકારની ચિઠ્ઠી બેન્ચને મોકલાવી હતી. સંજીવ ભટ્ટ 1990માં જ્યારે જામનગરમાં એડિશનલ પોલીસ અધિક્ષક હતા ત્યારે તેમણે એક આરોપીને કસ્ટડીમાં લીધો હતો. આ દરમિયાન તેનું મોત થયું હતું. આ ગુનામાં કોર્ટે તેમને આજીવન કેદની સજા સંભળાવી હતી. હાઈકોર્ટે જે બેન્ચે આજીવન કેદની સજા સંભળાવી તેમાં જસ્ટિસ આર.આમ શાહ હતા.
હવે આ આધારે સંજીવ ભટ્ટ જસ્ટિસ શાહના પૂર્વાગ્રહથી ગ્રસ્ત હોવાની આશંકા દર્શાવી રહ્યા છે. તેમણે ચિઠ્ઠીમાં લખ્યું હતું કે જસ્ટિસ શાહે આ મામલાની સુનાવણીથી અલગ થઈ જવું જોઈએ. સંજીવ ભટ્ટ તરફથી સીનિયર એડવોકેટ દેવદત્ત કામતે દલીલ આપતા કહ્યું કે, કેટલાક મુદ્દા પર તેમને શંકા છે કે ખંડપીઠના જજ પૂર્વાગ્રહથી ગ્રસ્ત હોઈ શકે છે. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન જસ્ટિસ એમ.આર શાહ અને જસ્ટિસ સિટી રવિ કુમારની ખંડપીઠને અરજકર્તા સંજીવ ભટ્ટના વકીલને કહ્યું કે, તમારા ક્લાયન્ટને જઈને કહી દો કે આ પ્રકારની હરકતો અમને પસંદ નથી. ખંડપીઠે આગળ કહ્યું કે, જો તમે તે ચિઠ્ઠીને લઈને ગંભીર હોય તો અમે જણાવી દઈએ કે અમે તેને ડિસમીસ કરી રહ્યા છીએ.
નોંધનીય છે કે સંજીવ ભટ્ટે પોતાની ચીઠ્ઠીમાં જસ્ટિસ એમ.આર શાહના હાઈકોર્ટના જજ હતા તે સમયે આપેલા બે ચૂકાદાનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં એક ડિસેમ્બર 2011નો છે, તે સમયે સંજીવ ભટ્ટને કસ્ટડીયલ ડેથના આરોપમાં ઉંમર કેદની સજા કરાઈ હતી. બીજો ચૂકાદો માર્ચ 2012નો છે, તે પણ આ પ્રકારના મામલા સાથે સંબંધિત છે જેમાં સંજીવ ભટ્ટને દોષી જાહેર કરાયા હતા. બંને કેસમાં સંજીવ ભટ્ટને રાહત નહોતી મળી. તેને જ આધાર બનાવીને તેમણે સુપ્રીમ કોર્ટને પત્ર લખીને આગ્રહ કર્યો હતો કે હવે આ મામલે સુનાવણી કરી રહેલી ખંડપીઠમાં જસ્ટિસ શાહ પણ છે, તેમને સુનાવણીથી અલગ થઈ જવું જોઈએ.
ADVERTISEMENT