રાજ્યસભાની ચૂંટણીમાં યુપીથી લઈને હિમાચલ પ્રદેશ સુધી ખેલ થતો જોવા મળી રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં સપાના અડધા ડઝનથી વધુ ધારાસભ્યોના ક્રોસ વોટિંગ બાદ હવે હિમાચલ પ્રદેશમાં પણ ખેલ થતો જોવા મળી રહ્યો છે. હવે હિમાચલ પ્રદેશમાં રાજ્યસભાની એક બેઠકની ચૂંટણીમાં અડધા ડઝનથી વધુ કોંગ્રેસના ધારાસભ્યોના ક્રોસ વોટિંગના સમાચાર છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, કોંગ્રેસના ઓછામાં ઓછા નવ ધારાસભ્યોએ કોંગ્રેસ દ્વારા જારી કરાયેલા વ્હીપની અવગણના કરીને ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવારની તરફેણમાં મતદાન કર્યું છે.
ADVERTISEMENT
હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસના બે જૂથ!
રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ પાછળ હિમાચલ કોંગ્રેસમાં જૂથવાદ મુખ્ય કારણ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વાસ્તવમાં હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસના બે જૂથ છે. એક જૂથ વીરભદ્ર સિંહના સમર્થકોનું છે, જેને પ્રતિભા સિંહ લીડ કરી રહ્યા છે, તો બીજું જૂથ એવા ધારાસભ્યો અને નેતાઓનું છે જેઓ સુખવિંદર સિંહ સુખુની સાથે છે.
હર્ષ મહાજનના કોંગ્રેસના ધારાસભ્યો સાથે સારા સંબંધ
કોંગ્રેસના ઉમેદવાર અભિષેક મનુ સિંઘવીની સામે ભાજપે એક સમયે વીરભદ્ર સિંહની નજીકના ગણાતા હર્ષ મહાજનને મેદાનમાં ઉતાર્યા છે. હર્ષ મહાજનના કોંગ્રેસના ઘણા ધારાસભ્યોની સાથે સારા સંબંધો હોવાની પણ ચર્ચા થઈ હતી. જેને લઈને કોંગ્રેસ પણ સતર્ક હતી. એક દિવસ પહેલા ધારાસભ્ય દળની બેઠકમાં ધારાસભ્યોને પાર્ટી લાઈન પર રહીને મત આપવા માટે કહેવામાં આવ્યું હતું. કોંગ્રેસે એક વ્હીપ જાહેર કરીને એવું પણ કહ્યું હતું કે, ધારાસભ્યોએ પોલિંગ એજન્ટને બતાવવું પડશે કે તેઓ કોને મત આપી રહ્યા છે.
ઓપરેશન લોટસનો સંકેત
ભાજપના ઉમેદવાર હર્ષ મહાજને કહ્યું છે કે, હું બધાને ઓળખું છું. મેં દરેક પાસે વોટ માંગ્યા છે. હવે પરિણામ આવશે ત્યારે ખબર પડશે. ક્રોસ વોટિંગ અંગેના સવાલ પર તેમણે કહ્યું કે જો આવું થયું હોય તો તે અમારી ભૂલ થોડી છે. કોંગ્રેસના ધારાસભ્યો મુખ્યમંત્રીની કાર્યશૈલીથી નારાજ છે. આ નારાજગીના કારણે ક્રોસ વોટિંગ થયું છે, જે તેમની ભૂલ છે. ઉલ્લેખનીય છે કે હિમાચલ પ્રદેશમાં રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગને ઓપરેશન લોટસનો સંકેત માનવામાં આવી રહ્યો છે.
સુખુ સરકાર આવી જશે ખતરામાં!
રાજ્યસભાને બદલે ગણિતથી કોંગ્રેસની સુખુ સરકાર પણ ખતરામાં આવી જશે. વાસ્તવમાં હિમાચલ પ્રદેશ વિધાસસભામાં 68 ધારાસભ્યો છે. જેમાં કોંગ્રેસના 40, ભાજપના 25 અને બે અપક્ષ સહિત ત્રણ અન્ય ધારાસભ્યોનું સમર્થન પણ સુખુ સરકારની સાથે છે. એટલે કે કોંગ્રેસની તરફેણમાં 43 ધારાસભ્યો છે અને ભાજપના 25 ધારાસભ્યો છે. હવે જો નવ ધારાસભ્યોએ કોંગ્રેસને બદલે ભાજપની તરફેણમાં ક્રોસ વોટિંગ કર્યું છે તો આવી સ્થિતિમાં ભાજપનું વોટ ગણિત 34 પર પહોંચી જશે. કોંગ્રેસ પણ 43થી ઘટીને 34 પર આવી જશે. સીટ જીતવા માટે ફર્સ્ટ પ્રેફરન્સના 35 મતની જરૂર પડશે.
જો બંનેમાંથી કોઈ એક પક્ષની પાસે આ સંખ્યાબળ નથી રહ્યું તો વાત સેકન્ડ પ્રેફરન્સ વોટ પર આવી જશે. જો આવું થશે તો ભાજપને વિશ્વાસ છે કે કોંગ્રેસના ઘણા ધારાસભ્ય હર્ષને મત આપશે અને પાર્ટી જીતશે. જો આમ થશે તો સુખુ સરકાર માટે પણ આ ખતરાની ઘંટડી હશે. 68 સભ્યોની હિમાચલ વિધાનસભામાં બહુમતી માટે જરૂરી જાદુઈ આંકડો 35 ધારાસભ્યોનો છે.
....તો કોંગ્રેસની પાસે હશે 34 ધારાસભ્યોનું સમર્થન
રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વોટિંગના આ સમાચર જો સાચા સાબિત થાય છે તો આ વાતનો સ્પષ્ટ સંકેત હશે કે ધારાસભ્યો સુખુ સરકારથી નારાજ છે. જો આ ધારાસભ્યોને હટાવવામાં આવે તો કોંગ્રેસની પાસે 34 ધારાસભ્યોનું જ સમર્થન હશે, જે બહુમતી માટે જરૂરી જાદુઈ આંકડાથી એક ઓછો છે.
ADVERTISEMENT