Sukhdev Singh Gogamedi Murder Case: કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા કેસમાં એક મોટું અપડેટ સામે આવી રહ્યું છે. પોલીસ દ્વારા પહેલા કાવતરાખોર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ કમિશનર બિજુ જ્યોર્જ જોસેફે જણાવ્યું કે ગોગામેડી હત્યા કેસના કાવતરાખોરોમાં સામેલ રામવીરની ધરપકડ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે આરોપી રામવીરે જયપુરમાં નીતિન ફૌજી માટે તમામ વ્યવસ્થા કરી હતી.
ADVERTISEMENT
નીતિન ફૌજી સાથે કાવતરાખોરનું શું છે કનેક્શન ?
5 ડિસેમ્બરના રોજ સુખદેવ સિંહ ગોગામેડીની બે શૂટર્સ નીતિન ફૌજી અને રોહિત રાઠોડ દ્વારા શ્યામ નગરમાં તેમના નિવાસસ્થાને અંધાધૂંધ ગોળીબાર કરીને હત્યા કરવામાં આવી હતી. આરોપી રામવીરે જયપુરમાં નીતિન ફૌજી માટે સંપૂર્ણ વ્યવસ્થા કરી હતી. એડિશનલ પોલીસ કમિશનર કૈલાશ ચંદ્ર બિશ્નોઈએ કહ્યું કે આરોપી રામવીર શૂટર નીતિન ફૌજીનો નજીકનો મિત્ર છે. પોલીસે જણાવ્યું કે રામવીર હરિયાણાના મહેન્દ્રગઢના સુરેતી પિલાનિયાં ગામનો રહેવાસી છે. બંને એક જ સ્કૂલમાં ધોરણ 12માં ભણતા હતા. 12મું પાસ કર્યા બાદ નીતિન ફૌજી વર્ષ 2019-20માં સેનામાં જોડાયો હતો અને રામવીરે વિલ્ફ્રેડ કોલેજ, માનસરોવર, જયપુરથી વર્ષ 2017 થી 2020 સુધી B.Sc અને વર્ષ 2021 થી 2023 માં વિવેક PG, જયપુરથી M.Sc કર્યું. રામવીર એપ્રિલ 2023માં છેલ્લી એમએસસીની પરીક્ષા આપીને ગામ ગયો હતો, જ્યારે નીતિન પણ લશ્કરી રજામાં ઘરે આવ્યો હતો.
બે શખ્સોએ સુખદેવ સિંહ પર કર્યું ફાયરિંગ
પોલીસના જણાવ્યા પ્રમાણે સુખદેવ સિંહ ગોગામેડી મંગળવારે બપોરે લગભગ 1:45 વાગ્યે શ્યામ નગર જનપથ ખાતે આવેલા તેમના ઘરની બહાર ઉભા હતા. આ દરમિયાન બે શખ્સો સ્કૂટર પર આવ્યા હતા. હુમલાખોરોએ સુખદેવ સિંહ પર ફાયરિંગ કર્યું હતું. સમચાર મળતા જ શ્યામનગર પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
5 ડિસેમ્બરે થઈ હતી સુખદેવસિંહની હત્યા
તમને જણાવી દઈએ કે, રાજસ્થાનના જયપુરમાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે હત્યારાઓની ઓળખ કરી લીધી છે. એક આરોપીનું નામ રોહિત રાઠોડ છે. તે નાગૌરના મકરાનાનો રહેવાસી છે. જ્યારે બીજાનું નામ નીતિન ફૌજી છે. તે હરિયાણાના મહેન્દ્રગઢનો રહેવાસી છે. હાલ બંને ફરાર છે. બંનેએ 5 ડિસેમ્બરે સુખદેવ સિંહ ગોગામેડીની ગોળી મારીને હત્યા કરી હતી.
ADVERTISEMENT