લખનઉ : ઉત્તરપ્રદેશના સીતાપુરની એક કોલેજમાં ત્રણ વિદ્યાર્થીઓએ સાત દિવસની અંદર આત્મહત્યા કરી લીધી. બીજી તરફ અન્ય એક વિદ્યાર્થીનીએ હાથની નસ કાપીને આત્મહત્યા કરતા ચકચાર મચી ગઇ છે. જિલ્લાના કમલાપુરમાં આવેલ આરબીએસએસ કોલેજની અંદર ત્રણ વિદ્યાર્થીનીઓએ સાત દિવસની અંદર એક પછી એક આત્મહત્યા કરતા વિસ્તારમાં સનસની ફેલાઇ છે.
ADVERTISEMENT
GUJARAT માં COVID ના કેટલા અને ક્યાં કેસ નોંધાયા? કયા જિલ્લામાં કેટલા કેસ
ત્રણેય યુવતીઓ તરૂણી છે અને આત્મહત્યાનું કારણ સ્પષ્ટ નથી
ત્રણેય યુવતીઓ તરૂણીઓ છે. ત્રણેય યુવતીઓના અંતિમ સંસ્કાર પોસ્ટમોર્ટમ કર્યા વગર જ કરી દેવામાં આવ્યા. પહેલા 11 મા ધોરણમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી ત્યાર બાદ 12 માં ધોરણમાં અભ્યાસ કરતી 2 વિદ્યાર્થીનીઓએ આત્મહત્યા કરી લીધી. હવે 10 માં ધોરણમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીએ પોતાના હાથની નસ કાપી હતી. તેની સ્થિતિ હાલ ગંભીર છે. આ મુદ્દે શાળા તંત્રએ તપાસ કમિટીની રચના કરી છે. પરિવારના અનુસાર વિદ્યાર્થીનીઓને પરેશાન કરવામાં આવી રહી હતી.
કોસ્ટ ગાર્ડ અને ATSનું મોટું ઓપરેશન, ડ્રગ્સ માફિયા ‘ને હથિયારોની હેરાફેરીનો પર્દાફાશ
પોલીસે હાલ તો આ મુદ્દે સ્વયં સંજ્ઞાન લઇ કેસ દાખલ કર્યો છે
આ મુદ્દે સ્વયં સંજ્ઞાન લેતા કેસ દાખલ કર્યો ત્યાર બાદ અડધો ડઝન લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. પોલીસના અનુસાર સૌથી પહેલા એક તરૂણીએ ફાંસીના ફંદા સાથે લટકીને જીવ આપ્યો છે. ત્યાર બાદ એક વિદ્યાર્થીનીએ નદીમાં કુદીને આત્મહત્યા કરી લીધી છે. ત્રીજી વિદ્યાર્થીનીએ કિટનાશન ખાઇને આત્મહત્યા કરી લીધી હતી.
એક જ કોલેજની ત્રણ વિદ્યાર્થીનીનો આપઘાત, લવજેહાદ-બ્લેકમેઇલ જેવી અનેક શંકા
યુવતીઓને અભ્યાસ માટેના ગ્રુપમાં બીજા યુવકોને એડ કરાયા
આત્મહત્યા કરનારી એક યુવતીના ભાઇ અનુસાર મૃતકોને પ્રતાડિત કરવામાં આવી હતી. ત્યાર બાદ તેણે નદીમાં કુદીને આત્મહત્યા કરી લીધી. અમારી બહેન ક્યાં જતી હતી?કોને મળતી હતી આ બધુ ઝ તેમને ખબર હતી. તેને પ્રતાડિત કરવામાં આવી રીહ હતી. અનેક લોકોને પોલીસ પકડીને લાવી છે. ગામમાં તમામ લોકો ડરેલા છે કોઇ બોલવા માટે તૈયાર નથી.
શાળાઓની પ્રવૃતિઓ ચારિત્ર્યહીનતા તરફ લઈ જાય છેઃ સુરત આવેલા રવિન્દ્ર પુરી મહારાજે કહ્યું
કોલેજના પ્રિન્સિપાલ સાકિબ અંસારીએ વ્યક્ત કરી આશંકા
કોલેજના પ્રિસિંપલ સાકિબ જમાલ અંસારીએ કહ્યું કે, ત્રણેય વિદ્યાર્થીનીઓ કોલેજમાં અભ્યા કરતી હતી. જો કે કોરોનાના કારણે તમામના ઓનલાઇન ક્લાસ ચાલી રહ્યા હતા. તમામ પાસે મોબાઇલ હતા. જે ગ્રુપ દ્વારા યુવતીઓ અભ્યાસ કરતી હતી, તેમાં અનેક યુવકો પણ હતા. હાલ પોલીસ આ મુદ્દે તપાસ કરી રહી છે. અમે પણ તપાસ કમિટી બનાવી છે.
શાળાનો લોખંડનો ગેટ બાળકી પર પડતા મોત, તંત્રએ હાલ આચાર્યને સસ્પેન્ડ કરી સંતોષ માન્યો
આર્મી કેપ્ટન હોવાની લાલચ આપી યુવતીઓના શોષણની આશંકા
પ્રિંસિપલ સાકીબ અંસારીએ કહ્યું કે, એક એવા શંકાસ્પદની ધરપકડ કરી છે જે પોતાની જાતને આર્મી કેપ્ટન ગણાવતો હતો. શંકા છે કે આ વ્યક્તિ તમામ તરૂણીઓ સાથે જોડાયેલા હતા. આ ઇ યુવતીઓને અગ્નિવિર બનાવવાના બહાને તેમની નજીક આવ્યા પછી દોસ્તી વધી ગઇ અને પછી શક્ય છે કે, આ યુવતીઓનાં અંગત વીડિયો તેમની પાસે હોય, જેના દ્વારા તેમને બ્લેક મેલ કરવામાં આવી રહી હોય.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT