Sudha Murty: રાષ્ટ્રપતિએ સુધા મૂર્તિને રાજ્યસભા માટે કર્યા નામાંકિત, PM મોદીએ ટ્વિટ કરીને જાહેરાત કરી

ઈન્ફોસિસના કો-ફાઉન્ડર નારાયણ મૂર્તિ (Narayan Murthy)ના પત્ની અને પ્રખ્યાત લેખિકા સુધા મૂર્તિ (Sudha Murthy)ને રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભા માટે નોમિનેટ કરવામાં આવી છે.

Sudha Murthy

સુધા મૂર્તિ પણ જશે રાજ્યસભામાં

follow google news

Sudha Murty: ઈન્ફોસિસના કો-ફાઉન્ડર નારાયણ મૂર્તિ (Narayan Murty)ના પત્ની અને પ્રખ્યાત લેખિકા સુધા મૂર્તિ (Sudha Murty)ને રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભા માટે નોમિનેટ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે સુધા મૂર્તિ ઈન્ફોસિસ ફાઉન્ડેશનના અધ્યક્ષ  પણ છે. વાસ્તવમાં સુધા મૂર્તિએ જ 1981માં ઈન્ફોસિસની શરૂઆત દરમિયાન તેમના પતિ એનઆર નારાયણ મૂર્તિને 10,000 રૂપિયા આપ્યા હતા. સુધા મૂર્તિએ એક ટીવી શૉમાં જણાવ્યું હતું કે તે સમયે તેઓ ભાડાના મકાનમાં રહેતા હતા અને પૈસાની તંગી હતી.

PM મોદીએ ટ્વિટ કરીને આપી જાણકારી 

પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું, 'મને ખુશી છે કે ભારતના રાષ્ટ્રપતિએ સુધા મૂર્તિજીને રાજ્યસભા માટે નામાંકિત કર્યા છે. સામાજિક કાર્ય, પરોપકાર અને શિક્ષા સહિત અનેક ક્ષેત્રોમાં સુધાજીનું યોગદાન અજોડ અને પ્રેરણાદાયી રહ્યું છે.'

પીએમ મોદીએ સુધા મૂર્તિને પાઠવી શુભેચ્છા

તેઓએ વધુમાં જણાવ્યું છે કે, 'રાજ્યસભામાં તેમની ઉપસ્થિતિ એ આપણી 'મહિલા શક્તિ'નું એક શક્તિશાળી પ્રમાણ છે, જે આપણા દેશના ભાગ્યને ઘડવામાં મહિલાઓની તાકાત અને ક્ષિમતાનું ઉદાહરણ આપે છે. હું તેમને સફળ સંસદીય કાર્યકાળની શુભેચ્છા પાઠવું છું.'


ઈન્ફોસિસ ફાઉન્ડેશનના અધ્યક્ષ છે સુધા મૂર્તિ

તમને જણાવી દઈએ કે સુધા મૂર્તિ ઈન્ફોસિસ ફાઉન્ડેશનના અધ્યક્ષ પણ છે. સુધા મૂર્તિ સતત મહિલાઓ અને બાળકો માટે સતત કામ કરતા રહે છે. તેમણે ઘણા પ્રેરણાત્મક પુસ્તકો લખ્યા છે.  તમને જણાવી દઈએ કે સુધા મૂર્તિ અને નારાયણ મૂર્તિને બે બાળકો છે. તેમની દીકરી અક્ષતા મૂર્તિ બ્રિટિશના વર્તમાન વડા પ્રધાન ઋષિ સુનકના પત્ની છે. અક્ષતા મૂર્તિ બ્રિટનમાં રહેતી ભારતીય ફેશન ડિઝાઇનર તરીકે પણ ઓળખાય છે. તેમનો પુત્ર રોહન મૂર્તિ અમેરિકા સ્થિત સોફ્ટવેર ડેવલપમેન્ટ ફર્મ સોરોકો (Soroco)ના  ફાઉન્ડર છે. 
 

    follow whatsapp