અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીની કલાકો જ બાકી છે. ત્યારે આમ આદમી પાર્ટીએ નગારે ઘા માર્યો છે. પાટીદાર મહિલા નેતા રેશમા પટેલને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. રેશમા પટેલને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા બનાવવામાં આવ્યા છે.
ADVERTISEMENT
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ માહોલ તૈયાર છે. પ્રથમ તબક્કાની ચૂંટણી માટે પ્રચારના પડઘમ શાંત થઈ ચૂક્યા છે. આ દરમિયાન આજે આમ આદમી પાર્ટીએ છેલ્લી ઘડીએ મહત્વનો ઘા માર્યો છે. રેશમા પટેલે એનસીપી માંથી રાજીનામું આપી અને આમ આદમી પાર્ટી સાથે જોડાયા હતા
NCP નેતા રેશમા પટેલે પાર્ટીમાંથી રાજીનામું આપ્યાના કલાકોમાં જ તેઓ AAPમાં જોડાઈ ગયા છે. AAPના દિલ્હીના સાંસદ રાઘવ ચઢ્ઢાના હસ્તે ખેસ પહેરીને તેઓ વિધિવત રીતે AAPમાં જોડાયા હતા ત્યાર બાદ હવે તેને આમ આદમી પાર્ટી માંથી મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.
ટ્વિટ કરી આપી જાણકારી
હાર્દિક પટેલ પર કર્યા પ્રહારો
આંદોલનની શરૂઆત બાદ હાર્દિક પટેલને કોર કમિટીએ સ્વીકાર્યો હતો આંદોલનને વેચી નાખ્યું. પાસ ના સક્રિય સભ્યો નારાજ હતા. પાસ સમિતિ તૂટી ગઈ હતી. હવેના દિવસોમાં અલગ સમિતિ બનાવી હાર્દિકનો વિરોધ કરવાની વાત છે એ તેમની લાગણી છે. નવી સમિતિ ચોક્કસ લાગણી વશ થઈ બનાવશે. જ્યારે આંદોલનની માંગણી અલગ અલગ રીતે દર્શાવવામાં આવી હતી. હાર્દિક વિરોધ લાગી રહેલા આક્ષેપો સાચા છે. આગામી દિવસોમાં આમ પાસ ના કાર્યકરોની પીડા અને લાગણી છે તે નવી સમિતિના રૂપમાં બહાર આવી શકે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.
ADVERTISEMENT