Deeraj Sahu News : ના સાંસદ ધીરજ સાહુના ઘર પર આવકવેરા વિભાગના દરોડાનો આજે પાંચમો દિવસ છે. અત્યાર સુધીમાં 400 કરોડથી વધુની રોકડ રિકવર કરવામાં આવી છે. હાલ ધીરજ સાહુના જૂના નિવેદનો વાયરલ થઈ રહ્યા છે, જેમાં તેમણે મોદી સરકારના નોટબંધીના નિર્ણય વિરુદ્ધ કર્યો હતો. તેમણે કેન્દ્રની ભાજપ સરકાર ભ્રષ્ટ ગણાઈ હતી. આજની વત કરવામાં આવે તો આવકવેરા વિભાગે તેના જ ઘરમાંથી કુબેરનો ખજાનો પડકી પડ્યો છે. એટલી મોટી માત્રામાં રોકડ મળી છે કે ગણતરીના મશીનો પણ બગડી ગયા હતા.
ADVERTISEMENT
નોટબંધીનો કર્યો હતો જોરદાર વિરોધ
અગાઉ જ્યારે કેન્દ્ર દ્વારા ડિમોનેટાઈઝેશનનો નિર્ણય કરવામાં આવ્યો હતો ત્યારે તેનો ધીરજ સાહુ દ્વારા જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે,ડિમોનેટાઈઝેશનને લઈને ઘણા મોટા દાવા કરવામાં આવ્યા હતા પરંતુ rbi દ્વારા આપવામાં આવેલ માહિતી અનુસાર 500 રૂપિયાની 101.9 ટકા અને 2000 રૂપિયાની 54.16 ટકા નોટો નકલી છે. આ આંકડો સરકારની પોલ ખોલી રહી છે.આ સિવાય તેમના ઘણા અન્ય નિવેદનો છે જે તેમણે ભ્રષ્ટાચાર વિરુદ્ધ આપ્યા છે.
Some of the Statements of Dhiraj Prasad Sahu
— Flt Lt Anoop Verma (Retd.) 🇮🇳 (@FltLtAnoopVerma) December 10, 2023
“नोटबंदी ने भारतीय अर्थव्यवस्था को पूरी तरह से तोड़ दिया है” – 8th Nov 2021
“नोटबंदी को लेकर RBI के हवाले से किए गए सारे वादे फेल” – 31st May 2022
“मोदी सरकार भ्रष्टाचारियों को बचाने में लगी है” – 30th Dec 2022
“भ्रष्टाचार उजागर… pic.twitter.com/ZlC3LvGScU
અત્યાર સુધીમાં 400 કરોડ રૂપિયાની રોકડ જપ્ત
ચોથા દિવસે ઓડિશાના બોલાંગીરમાં સુદાપાડા ખાતે ધીરજ સાહુની પેઢીના મેનેજર બંટીના છુપાયેલા સ્થળેથી રોકડ ભરેલી 20 બેગ મળી આવી હતી. એક અંદાજ મુજબ આ બેગમાં લગભગ 100 કરોડ રૂપિયાની રકન હશે. રોકડથી ભરેલી તમામ બેગઓને ગણવા માટે બાલાંગિર સ્થિત સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની શાખામાં લઈ જવામાં આવી છે. છેલ્લા ત્રણ દિવસમાં લગભગ 300 કરોડ રૂપિયાની ગણતરી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 400 કરોડ રૂપિયા મળી આવવાની સંભાવના છે. રોકડની ગણતરી માટે સ્ટેટ બેંકના વિવિધ વિભાગોના 50 કર્મચારીઓને નોટો ગણવા માટે તૈનાત કરવામાં આવ્યા છે. તેઓ બે સિફ્ટમાં નોટો ગણી રહ્યા છે. આ કર્મચારીઓ ઉપરાંત આવકવેરા વિભાગના કર્મચારીઓ પણ ગણતરીમાં હાજર છે. 40 મશીન વડે નોટોની ગણતરી કરવામાં આવી રહી છે. વિવિધ બેંકો પાસેથી ગણતરી માટે મશીનો મંગાવવામાં આવ્યા છે.
કોણ છે ધીરજ પ્રસાદ સાહુ?
ઉદ્યોગપતિ બલદેવ સાહુના પુત્ર ધીરજ પ્રસાદ સાહુનો જન્મ 23 નવેમ્બર 1959ના રોજ લોહરદગા ખાતે થયો હતો. રાંચીથી લોકસભાના સાંસદ રહેલા સ્વર્ગસ્થ શિવ પ્રસાદ સાહુના ભાઈ ધીરજ સાહુ સતત ત્રણ વખતથી રાજ્યસભાના સાંસદ રહ્યા છે. પહેલીવાર તેઓ જૂન 2009ની પેટાચૂંટણીમાં રાજ્યસભાના સાંસદ બન્યા હતા. આ પછી તેઓ જુલાઈ 2010માં બીજી વખત અને 2018માં ત્રીજી વખત રાજ્યસભા પહોંચ્યા હતા. તેઓ સંસદની ઘણી સમિતિઓના સભ્ય રહી ચૂક્યા છે.
ADVERTISEMENT