દર્શન ઠક્કર/ જામનગરઃ થોડા દિવસ અગાઉ જામનગરને શરમસાર કરતી ઘટના સામે આવી હતી.4 વર્ષની બાળકી પર શખસે દુષ્કર્મ ગુજારી માનવતાની તમામ હદો વટાવી નાખી હતી. જોકે ત્યારપછી પોલીસ સતર્ક બની ગઈ. જામનગરના ઇતિહાસમાં આ પ્રથમ એવી ઘટના છે કે, આરોપીની ચાર્જશીટ માત્ર પાંચ દિવસમાં કોર્ટમાં મુકવામાં આવી છે. પોલીસે આરોપીને પણ ગણતરીની મિનિટોમાં ઝડપી પાડ્યો હતો. નોંધનીય છે કે આરોપી અહીં ચોકીદારી અને વાહન ધોવાનું કામ કરતો હતો.
ADVERTISEMENT
જામનગરમાં 4-5 દિવસ પહેલા સીટી સી ડિવિઝન પોલીસ મથકમાં ચાર વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ ગુજાર્યો હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટનાના પગલે ગુનો દાખલ કરી દેવાયો હતો. આરોપી સજન નેપાળીને પણ પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો. ત્યારે અમાનવીય કૃત્ય આચરનારા આરોપી સામે ચારેય તરફથી ફિટકાર વરસી રહ્યો હતો.
જેમાં ચાર વર્ષની માસૂમ બાળકી પર ખોડીયાર કોલોની વિસ્તારમાં ચોકીદારી અને વાહન ધોવાનું કામ કરતો નેપાળી શખ્સે ચાર દિવસ પહેલા દુષ્કર્મનો શિકાર બનાવી હતી.
ચાર્જશીટ માત્ર પાંચ દિવસમાં રજૂ કરાઈ
સમગ્ર મામલે પોલીસે પાંચ દિવસમાં જધન્ય કૃત્યની ચાર્જ સીટ કોર્ટમાં રજૂ કરી દીધી છે. જેમાં FSL, ઇલેક્ટ્રોનિક પુરાવા અને સાક્ષીઓના નિવેદનો સાથે પોલીસે ચાર્જ સીટ રજૂ કરી છે. આરોપી સર્જન ઉર્ફે સાજન સામે પાંચ દિવસમાં ચાર્જશીટ પોલીસે રજૂ કરી છે તો જામનગર બાર એસો. દ્વારા પણ સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો છે કે આરોપી નો કેસ કોઈ વકીલ નહિ લડે. આમ, જામનગરના ઇતિહાસમાં આ પ્રથમ એવી ઘટના છે કે, આરોપીની ચાર્જશીટ માત્ર પાંચ દિવસમાં કોર્ટમાં મુકવામાં આવી છે.
તાત્કાલિક કાર્યવાહી હાથ ધરાઈ
જામનગરને શરમસાર કરતી ઘટના સામે આવી છે. જામનગરમાં એક શખ્સે 4 વર્ષની બાળા પર દુષ્કર્મ ગુજરાતા ચકચાર મચી ગઈ છે. બીજું આ શખ્સની ઉંમર પણ 30 વર્ષની છે. ચાર વર્ષની નાનકડી ભુલકી પર દુષ્કર્મ ગુજરાતના બેશરમ શખ્સને કારણે પોલીસ પણ આકરી થઈ હતી અને શખ્સને દબોચી તાત્કાલીક કાર્યવાહી હાથ ધરતા તેની સામે વધુ પુરવાઓ એકત્ર કરવામાં લાગી ગઈ છે.
ADVERTISEMENT